Not Set/ 18 શ્રમ કાયદા બદલાયા : મહિલા શ્રમિકો પણ કરી શકશે નાઈટ શિફ્ટ

હરિયાણા સરકારે શ્રમિકો તથા એમ્પ્લોયરો ની સુવિધા માટે 18 શ્રમ કાનૂનોમાં બદલાવ કર્યો છે. જેનાથી એમની સામે આવતી તકલીફોને સરળતાથી દૂર કરી શકાય. જે કાનૂનોમાં બદલાવ કરવામાં આવ્યો છે, એમાંના એક કાનૂન હેઠળ હવે મહિલાઓ નાઈટ શિફ્ટ કરી શકશે. આ જાણકારી શ્રમ અને રોજગાર મંત્રી નાયબ સિંહ સૈનીએ એક પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી. એમણે કહ્યું કે […]

Top Stories India
1 2 18 શ્રમ કાયદા બદલાયા : મહિલા શ્રમિકો પણ કરી શકશે નાઈટ શિફ્ટ

હરિયાણા સરકારે શ્રમિકો તથા એમ્પ્લોયરો ની સુવિધા માટે 18 શ્રમ કાનૂનોમાં બદલાવ કર્યો છે. જેનાથી એમની સામે આવતી તકલીફોને સરળતાથી દૂર કરી શકાય. જે કાનૂનોમાં બદલાવ કરવામાં આવ્યો છે, એમાંના એક કાનૂન હેઠળ હવે મહિલાઓ નાઈટ શિફ્ટ કરી શકશે. આ જાણકારી શ્રમ અને રોજગાર મંત્રી નાયબ સિંહ સૈનીએ એક પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી.

Challenges Faced by Women e1535460242523 18 શ્રમ કાયદા બદલાયા : મહિલા શ્રમિકો પણ કરી શકશે નાઈટ શિફ્ટ

એમણે કહ્યું કે પંજાબ દુકાન અને વાણિજ્યિક સંસ્થાન અધિનિયમ 1959 હેઠળ કલમ 30માં છૂટ આપતા રાજ્યમાં મહિલા શ્રમિકોને નાઈટ શિફ્ટ માં કામ કરવાની છૂટ આપવામાં આવી છે. આ છૂટ હેઠળ મહિલાઓ રાત્રે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કામ કરી શકશે. એમણે જણાવ્યું કે મહિલાઓ કોઈ પણ પ્રકારના ડર વગર કામ કરી શકે, એ માટે એમ્પ્લોયરો ને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેઓ મહિલા શ્રમિકો ને કામ દરમિયાન સુરક્ષા પ્રદાન કરે અને એમને આવવા જવા માટે સારી વ્યવસ્થા પુરી પાડે. મંત્રીએ દાવો કર્યો કે આ વ્યવસ્થાના કારણે 439 વ્યવસાયિક સંસ્થાઓ તથા 92,718 મહિલા શ્રમિકો ને ફાયદો મળ્યો છે.

Women Workers e1535460299357 18 શ્રમ કાયદા બદલાયા : મહિલા શ્રમિકો પણ કરી શકશે નાઈટ શિફ્ટ

મંત્રીએ જણાવ્યું કે શ્રમિકો તેમજ સંસ્થાનોના હિતમાં ઔદ્યોગિક વિવાદ અધિનિયમ, 1947 હેઠળ કોઈ પણ ઉદ્યોગમાં 100 શ્રમિકો સુધી નિયુક્તિ કરવા, લે-ઓફ, છટણી અથવા સંસ્થા બંધ કરતા પહેલા સરકારની મંજૂરી લેવી જરૂરી છે. એમણે કહ્યું કે વેતન ચુકવણી અધિનિયમ, 1936 અનુસાર શ્રમિકોને માસિક વેતન રોકડમાં આપવામાં આવતું હતું. અમે આ એક્ટમાં સંશોધન કરીને શ્રમિકોનું વેતન સીધું જ એમના બેંક એકાઉન્ટમાં જમા કરાવવાનો નિર્દેશ કર્યો છે, જેથી ભ્રષ્ટાચાર પર લગામ લગાવી શકાય.

એમણે આગળ જણાવ્યુ કે કરાર અધિનિયમ 1970 હેઠળ પહેલા કોન્ટ્રાક્ટરોએ 20 અથવા આનાથી વધારે શ્રમિકોના આયોજન માટે રેજીસ્ટ્રેશન તેમજ લાઇસન્સ લેવાનું જરૂરી હતું. જેને વધારીને 50 શ્રમિક સુધી કરી દેવામાં આવ્યા છે.