Gujarat Visit/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે કેવડિયા અને વ્યારાની મુલાકાત લેશે, લોકાર્પણ અને ખાતમુર્હત કરશે

ગુજરાતની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ભાજપ તેના પ્રચાર અર્થે કામે લાગી ગઇ છે. ગુજરાતની બાગડોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી લીધી છે

Top Stories Gujarat
25 2 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે કેવડિયા અને વ્યારાની મુલાકાત લેશે, લોકાર્પણ અને ખાતમુર્હત કરશે

ગુજરાતની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ભાજપ તેના પ્રચાર અર્થે કામે લાગી ગઇ છે. ગુજરાતની બાગડોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી લીધી છે,છેલ્લા એક મહિનાથી પીએમ મોદી સતત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને વિકાસલક્ષી કાર્યો અને ખાતમુહર્ત અને લોકાર્પણ કરી રહ્યા છે.આવતીકાલે નરેન્દ્ર મોદી કેવડિયાની મુલાકાત સવારે 9.45 કલાીકે લેશે, ત્યારબાદ 12 કલાકે મિશન કોન્ફરન્સમાં હાજરી આપશે. બપોરે તાપી જિલ્લાના વ્યારા ખાતે વિવિધ વિકાસલક્ષી પહેલનો શિલાન્યાસ કરશે.

24 2 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે કેવડિયા અને વ્યારાની મુલાકાત લેશે, લોકાર્પણ અને ખાતમુર્હત કરશે

આવતી કાલે (20 ઓક્ટોબર) સવારે કેવડિયામાં મિશન લાઇફનું પ્રધાનમંત્રી પ્રારંભ કરાવશે. જે બાદ બપોરે 12 કલાકે  કેવડિયામાં 10મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી ભાગ લેશે. ત્યાર બાદ બપોરે તાપી જિલ્લાના વ્યારા ખાતે વિવિધ વિકાસલક્ષી પહેલનો શિલાન્યાસ કરશે. એટલુ જ નહિ પ્રધાનમંત્રી દરિયાઈપટ્ટી પરના કોસ્ટલ હાઈવેના સુધારણા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.