New Delhi News: ભારતીય જનતા પાર્ટીએ શનિવારે 2024ની લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી. પક્ષએ કેટલાકની ટિકિટ કાપી છે તો કેટલાકને રિપિટ કર્યા છે. સાથે ઘણા નવા ચહેરા ઉમેરાયા છે. મધ્યપ્રદેશની ગુના બેઠક પર કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને ટિકિટ મળી છે. પણ આ બેઠક શા માટે ચર્ચામાં છે?
વર્ષ 2019માં ચૂંટણીની ટિકિટો મળવાના સમયે આખા દેશનું ધ્યાન ગુના બેઠક પર હતું. તેનું ખાસ કારણ છે કે આ બેઠક પર સિંધિયા પરિવારના કોંગ્રેસના એક સમયના જ્યોતિરાદિત્ય સિંધિયા. આ સીટ એટલા માટે મહત્વની બની ગઈ છે કારણ કે ભાજપે આ બેઠક પર જે શખ્સને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યો હતો તે સિંધિયાના મોટા સમર્થક હતા. તેના માટે કેંપેનિંગ કરતા હતા. શ્રીમંત સિંધિયા ફેંસ ક્લબ નામનો સભ્ય હતો તેવું જાણવા મળ્યો હતો. જેના કારણે પ્રદેશ ઉપાધ્યક્ષ પણ બનાવવામાં આવી દીધો હતો. તેમનું નામ છે કૃષ્ણપાલ યાદવ, જેમને 2019માં ગુના બેઠક પર ટિકિટ મળી હતી.
સિંધિયાની પત્નીએ ટિપ્પણી કરી હતી
કૃષ્ણપાલ યાદવ જ્યારે શ્રીમંત અને મહારાજ કહેવાતા જ્યોતિરાદિત્ય સિંધિયાની સામે સાંસદ પદ માટે ભાજપે ટિકિટ આપી હતી ત્યારે સોશિયલ મીડિયામાં ટિકિટ અંગે ટીપ્પણી કરી હતી. જે એક સમયે મહારાજ સાથે સેલ્ફી લેવા લાઈનમાં લાગતા હતા તેમને ભાજપે ટિકિટ આપી દીધી છે. પરંતુ આ પ્રતિક્રિયા બાદ લોકોએ પોતાનો સાંસદ પસંદ કરવા લોકશાહી શું છે તે બતાવી દીધું હતું.
કે પી યાદવની 2019માં 6 લાખ 14 હજાર થી વધુ વોટ મળ્યા હતા. 52.11 ટકા સાથે ગુના બેઠક પરથી સાંસદ બન્યા હતા. જોકે, તેના 1 વર્ષ પછી સિંધિયાએ કોંગ્રેસ સાથેનો છેડો ફાડ્યો હતો. અને ભાજપમાં જોડાઈ ગયા હતા. ત્યારથી એક જ ક્ષેત્રના બે રાજકીય વિરોધ ઊભો થયો હતો. ગુના બેઠકમાં આ બંને નેતાઓ વચ્ચે ત્યારથી વિખવાદ ઊભો થયો છે.
સિંધિયાના કેન્દ્રીય મંત્રી બન્યા બાદ કે પી યાદવે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાને પોતે સાઈડલાઈન અને ઉપેક્ષા થઈ રહી છે તેવો આરોપ લગાવતા તેવું પત્ર લખી જણાવ્યું હતું. તેમણે પત્રમાં લખ્યું હતું કે સિંધિયા પાર્ટીનો માહોલ બગાડી રહ્યા છે. તેઓ જૂથબાજી અને ભેદભાવ કરવાનો આરોપ પણ મૂક્યો હતો.
આ પણ વાંચો:પાલનપુર-દાંતા હાઈવે પર અકસ્માતની ઘટના, 2 લોકોના મોત
આ પણ વાંચો:મહાશિવરાત્રિના મેળામાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ સાથે ન લાવવા વહીવટી તંત્રનો ભક્તોને અનુરોધ
આ પણ વાંચો:ભાજપ બોલિવૂડના કલાકારોને ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે, જાણો કોણ છે ફિલ્મી સિતારા…
