વિવાદ/ રાજકોટ ભાજપના બોર્ડમાં વિજય રૂપાણીના નામને લઇ વકર્યો વિવાદ

રાજકોટ ભાજપ હજુ પણ વિજય રૂપાણીને મુખ્યમંત્રી માને છે. આ વાતનો પુરાવો રાજકોટ શહેર ભાજપના કાર્યાલય પર જોવા મળી રહ્યો છે.

Top Stories Rajkot Gujarat
વિજય રૂપાણી

રાજકોટ શહેર ભાજપ કાર્યાલયમાં લાગેલા બોર્ડને લઈ વિવાદ થતાં આખરે બોર્ડ બદલવામાં આવ્યું છે. બોર્ડમાં વિજય રૂપાણીના નામની આગળ પૂર્વ મુખ્યમંત્રી લખવામાં આવ્યું છે.અગાઉ બોર્ડમાં વિજય રૂપાણી ને જ મુખ્યમંત્રી તરીકે દર્શાવાયા હતા. જે બાદ વિવાદ વકરતા કાર્યાલય મંત્રી હરેશ જોષીએ વિજય રૂપાણીના નામની આગળ પૂર્વ મુખ્યમંત્રી લખવા આદેશ કર્યો હતો.

આ પણ વાંચો :તાપી કિનારે વિદેશી પક્ષીઓનું આગમન, આ પક્ષીઓને જોવા ઉમટ્યા સુરતવાસીઓ

રાજકોટ ભાજપ હજુ પણ વિજય રૂપાણી ને મુખ્યમંત્રી માને છે. આ વાતનો પુરાવો રાજકોટ શહેર ભાજપના કાર્યાલય પર જોવા મળી રહ્યો છે. જ્યાં હજુ પણ કાર્યાલયની બહાર લગાવવામાં આવેલા બોર્ડમાં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીનું નામ બોલાઈ રહ્યું છે.બીજી તરફ અરવિંદ રૈયાણી જે હાલમાં કેબિનેટ મંત્રી છે. તેમનું નામ પણ બોર્ડમાં ધારાસભ્ય તરીકે દર્શાવાયું છે. તો હવે બોર્ડમાં રાજ્યસભા સાંસદ રામ મોકરિયાના નામનો પણ ઉમેરો કરાયો છે. ત્યારે મીડિયામાં આ અહેવાલ પ્રસારિત થયા બાદ કાર્યાલય મંત્રી હરેશ જોષી હરકતમાં આવ્યા છે અને વિજય રૂપાણી ના નામની આગળ પૂર્વ મુખ્યમંત્રી લખવા આદેશ કર્યો છે.

આ પણ વાંચો :નોનવેજ અને ઈંડાની લારી બાબતે સરકાર, વેપારીઓ અને જનતાનાં અલગ મંતવ્ય

આ પણ વાંચો :ભાવુક લોકોએ વિદાય વખતે વરસાવ્યા ફૂલ, અને પોલીસકર્મી રડી પડ્યો

આ પણ વાંચો :લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાતા એક મહિલાનુ ઘટના સ્થળે મોત

આ પણ વાંચો :  CMની અધ્યક્ષતામાં આજે યોજાશે કેબિનેટ બેઠક, આ મુદ્દાઓ પર કરવામાં આવી શકે ચર્ચા