સાઇબર સંજીવની અભિયાન/ સાયબર ક્રાઈમના ગુના અટકાવવા વરાછામાં પોલીસ દ્વારા જાગૃતિ અભિયાન

સુરત શહેરને સાઈબર સેફ બનાવવા અને લોકો ઓનલાઇન છેતરપીંડીનો ભોગ ન બને તે માટે જનજાગૃતિ માટે સુરતમાં સાઇબર સંજીવની અભિયાન શરુ કરવામાં આવ્યું છે.

Gujarat Surat
Untitled 115 સાયબર ક્રાઈમના ગુના અટકાવવા વરાછામાં પોલીસ દ્વારા જાગૃતિ અભિયાન

@દિવ્યેશ પરમાર 

સાયબર ક્રાઈમ સંદર્ભે લોકોમાં જાગૃતિ આવે તે માટે વરાછા પોલીસ દ્વારા સાયબર સંજીવની કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં લોકો સાયબર ફ્રોડનો શિકાર કેવી રીતે બને અને કેવી રીતે બચી શકાય તે માટે નાટક દ્વારા માહિતી આપવામાં આવી હતી.

Untitled 115 1 સાયબર ક્રાઈમના ગુના અટકાવવા વરાછામાં પોલીસ દ્વારા જાગૃતિ અભિયાન

સુરત શહેરને સાયબર સેફ બનાવવા અને લોકો ઓનલાઇન છેતરપીંડીનો ભોગ ન બને તે માટે જનજાગૃતિ માટે સુરતમાં સાયબર સંજીવની અભિયાન શરુ કરવામાં આવ્યું છે. સાયબર અવરનેસ માટે સાયબર સંજીવની મોબાઇલ વાન તથા વેબ પોર્ટલ પણ શરુ કરવામાં આવ્યું છે. આ સાયબર સંજીવની અભિયાન અંતર્ગત શહેરના અલગ અલગ વિસ્તારોમાં લોકોને નાટક ભજવી સાયબર ક્રાઇમ અંગે જાગ્રુત કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં પણ જન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Untitled 115 2 સાયબર ક્રાઈમના ગુના અટકાવવા વરાછામાં પોલીસ દ્વારા જાગૃતિ અભિયાન

વરાછા સ્થિત પટેલ સમાજ હોલ ખાતે સાઇબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હીરા વેપારી, કર્મચારીઓ અને લોકો માટે ત્રણ તબક્કામાં કાર્યક્રમમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એસીપી , ડીસીપી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને સાયબર ફ્રોડથી બચવા માટે શું શું તકેદારીઓ રાખવી તેની માહિતી આ જનજાગૃતિ કાર્યક્રમમાં આપવામાં આવી હતી.

Untitled 115 3 સાયબર ક્રાઈમના ગુના અટકાવવા વરાછામાં પોલીસ દ્વારા જાગૃતિ અભિયાન

ડીસીપી ભક્તિ ઠાકરે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં સાયબર સંજીવની અભિયાન 2.0 શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સાયબર સંજીવની વાન આખા શહેરમાં ફરે છે અને લોકોને સાયબર ફ્રોડ અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. દરમિયાન આજે વરાછા વિસ્તારમાં ડીરાના વેપારીઓ અને કર્મચારી સહિતના લોકોને નાટક રૂપે લોકોને સાયબર ફ્રોડ અંગે માહિતી આપવામાં આવી હતી, જેથી તેઓ સાયબર ફ્રોડનો શિકાર ન બની શકે. વરાછામાં આયોજિત કાર્યક્રમમાં લોકોને કઈ કઈ તકેદારીઓ રાખવી તે અંગે માહિતી આપવામાં આવી હતી.

આ પણ વાંચો:સુરતમાં વાહન ચાલક સાથે મારામારી કરનાર પોલીસ કર્મીને કરાયો સસ્પેન્ડ

આ પણ વાંચો:8 વર્ષના બાળકના પિતાનું સારવાર દરમિયાન મોત, સુરત પોલીસે પૂરી પાડી પરિવારની હૂંફ

આ પણ વાંચો:અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત,10 લોકોના કરુણ મોત

આ પણ વાંચો:હરિયાણામાં ગાય લેવા ગયા હતા પણ મોત લઈને આવ્યા ગુજરાતી!