Antibodies/ અમદાવાદના કેટલા નાગરિકોમાં કોરોના વાયરસ સામે લડવાની એન્ટિબોડી વિકસી છે ?

અમદાવાદના લગભગ 81 ટકા નાગરિકો કોવિડ એન્ટિબોડી ધરાવે છે.  શહેરના દક્ષિણ-પશ્ચિમ ઝોનના રહીશોમાં કોવિડ એન્ટિબોડીનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું છે.

Top Stories Ahmedabad Gujarat
antibodies 5 અમદાવાદના કેટલા નાગરિકોમાં કોરોના વાયરસ સામે લડવાની એન્ટિબોડી વિકસી છે ?

અમદાવાદના કેટલા નાગરિકોમાં કોરોના વાયરસ સામે લડવાની એન્ટિબોડી વિકસી છે.  તેને લઇને કોર્પોરેશન દ્વારા સીરો સર્વે હાથ ધરાયો હતો. આ સર્વેમાં કુલ પાંચ હજાર જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેના રિપોર્ટ અનુસાર કુલ 81 ટકા જેટલા અમદાવાદીઓમાં કોરોનાની એન્ટિબોડી વિકસી છે.

antibodies.png1 અમદાવાદના કેટલા નાગરિકોમાં કોરોના વાયરસ સામે લડવાની એન્ટિબોડી વિકસી છે ?

અમદાવાદના લગભગ 81 ટકા નાગરિકો કોવિડ એન્ટિબોડી ધરાવે છે.  શહેરના દક્ષિણ-પશ્ચિમ ઝોનના રહીશોમાં કોવિડ એન્ટિબોડીનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું છે. શહેરના દક્ષિણ-પશ્ચિમ ઝોનના વેજલપુર, જોધપુર, સરખેજ, અને મક્તમપુરાના રહીશોમાં 87 ટકા નાગિરકોમાં કોવિડ એન્ટીબોડી મળી આવ્યા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ પાંચ હજાર સેમ્પલ લેવામાં આવ્યા હતા.  તે પૈકી 81.63 ટકા લોકોમાં સિરોપોઝિટિવીટી જોવા મળી છે. જૂન મહિનામાં જ્યાર આ પ્રકારનો સર્વે હાથ ધરાયો ત્યારે 70 ટકા નાગરિકોમાં કોવિડ એન્ટિબોડી જોવા મળી હતી. દક્ષિણ ઝોનના કાંકરિયા, વટવા, લાંભા, ઇન્દ્રપુરી, બહેરામપુરાના રહીશોમાંથી 87.7 ટકા નાગરિકોમાં કોવિડ એન્ટિબોડી જોવા મળી.

antibodies 4 અમદાવાદના કેટલા નાગરિકોમાં કોરોના વાયરસ સામે લડવાની એન્ટિબોડી વિકસી છે ?

મ્યુનિસિપલ કોર્પોરેશને લીધેલા અંદાજે પાંચ હજાર જેટલા સેમ્પલ્સમાં ક્યા ઝોનના કેટલા નાગરિકોમાં એન્ટીબોડી વિકસેલી જોવા મળી તેના પર નજર કરીએ. તો

શહેરના દક્ષિણ ઝોનમાં 87.7 ટકા

દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 87.2 ટકા

ઉત્તર ઝોનમાં 83.8 ટકા

મધ્ય ઝોનમાં 81.2 ટકા

પશ્ચિમ ઝોનમાં 79.3 ટકા

ઉત્તર પશ્ચિમ ઝોનમાં  78.8 ટકા

પૂર્વ ઝોનમાં 74.2 ટકા નાગરિકોમાં એન્ટીબોડી વિકસેલી જોવા મળી

મે મહિનાના અંતમાં ડેલ્ટા વિરીયેન્ટથી સંક્રમિત વસ્તીનો આંક મોટો હતો. જો કે આ ડેલ્ટા વેરીયન્ટ અગાઉના વેરીયન્ટ જેટલા ચેપી ન હતા.

antibodies 6 અમદાવાદના કેટલા નાગરિકોમાં કોરોના વાયરસ સામે લડવાની એન્ટિબોડી વિકસી છે ?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2020માં જૂન, ઓગસ્ટ  અને ઓક્ટોબરમાં ત્રણ સીરો સર્વે કામગીરી કરવામાં આવી હતી. આ સર્વેના પરિણામ મુજબ જૂનમાં 17.6 ટકા, ઓગસ્ટમાં 23.3 ટકા અને ઓક્ટોબરમાં 24.2 ટકા વસ્તીમાં કોવિડ એન્ટીબોડી જોવા મળી હતી. લેટેસ્ટ સર્વે મુજબ મહિલાઓની સરખામણીએ પુરુષોમાં એન્ટીબોડી વધારે વિકસી છે.