Not Set/ રાજ્યમાં અંગ્રેજી માધ્યમમાં શૈક્ષણિક સત્ર ૨૦૧૮-૧૯થી ધોરણ ૧ અને ૨માં ફરજીયાતપણે ગુજરાતી ભણાવવામાં આવશે

અમદાવાદ, બુધવારે ગુજરાત સરકારે ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રચાર માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. સરકારના નિર્ણય પ્રમાણે ગુજરાતી ભાષાને શૈક્ષણિક સત્ર ૨૦૧૭-૧૯થી અંગ્રેજી માધ્યમમાં ધોરણ ૧ અને ૨ માં ફરજીયાત પણે ભણાવવામાં આવશે. આ સુચનાનું પાલન માત્ર સરકારી શાળા નહી પણ બોર્ડ પર આધારિત શાળામાં પણ કરવામાં આવશે. રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, […]

Gujarat
golu રાજ્યમાં અંગ્રેજી માધ્યમમાં શૈક્ષણિક સત્ર ૨૦૧૮-૧૯થી ધોરણ ૧ અને ૨માં ફરજીયાતપણે ગુજરાતી ભણાવવામાં આવશે

અમદાવાદ,

બુધવારે ગુજરાત સરકારે ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રચાર માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. સરકારના નિર્ણય પ્રમાણે ગુજરાતી ભાષાને શૈક્ષણિક સત્ર ૨૦૧૭-૧૯થી અંગ્રેજી માધ્યમમાં ધોરણ ૧ અને ૨ માં ફરજીયાત પણે ભણાવવામાં આવશે. આ સુચનાનું પાલન માત્ર સરકારી શાળા નહી પણ બોર્ડ પર આધારિત શાળામાં પણ કરવામાં આવશે.

રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, શૈક્ષણિક સત્ર ૨૦૧૭-૧૯થી રાજ્યની બધી શાળામાં ધોરણ ૧ અને ૨ માં ગુજરાતી વિષય ફરજીયાત કરી દેવામાં આવશે. ત્યારબાદ થોડા સમયમાં ધોરણ ૩ થી ૮ માં પણ ફરજીયાત કરવાનો વિચાર હાલ કરી રહ્યા છે. સીબીઆઈ, આઈસીએસઈ થી લઈને બધી જ ઇન્ટરનેશનલ બોર્ડની અંગ્રેજી માધ્યમની શાળામાં ગુજરાતી વિષય ફરજીયાત પણે ભણાવવો પડશે.

ચુડાસમાએ કહ્યું કે, આ પગલું એ ગુજરાતી ભાષા પર ગર્વ વધારશે. ગુજરાતમાં વસનારા તમામ બાળકો આહિયાની સ્થાનિક ભાષાથી પરિચિત હોવા જોઈએ.

આમ કરવાથી રાજ્યમાં ગુજરાતી ભાષામાં ઘણો સુધાર આવશે અને બોર્ડની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયને પસંદ કર્યો હશે તેઓ અંગ્રેજી માધ્યમમાં હોવા છતાં સારી રીતે લખી શકશે.

તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે દોઢ લાખ વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં નાપાસ થયા હતા. આમ આટલી મોટી સંખ્યામાં માતૃભાષામાં નાપાસ થવું એ ઘણી શરમજનક બાબત કહેવાય. ગયા વર્ષનું ગુજરાતી વિષયનું પરિણામ જોઇને આ વર્ષે ગુજરાતીના બોર્ડના પેપરમાં એક નિબંધ માતૃભાષાનું મહત્વ રાખવામાં આવ્યો હતો.