Election/ લો કરો વાત…અમદાવાદ કોંગ્રેસમાં આ વોર્ડમાં કાર્યકરોએ પ્રભારીની કરી ધોલાઇ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે વિવિધ પક્ષો દ્વારા ટિકિટોની જાહેરાત કરવામાં આવ્યા બાદ કકડાટ ચરમસીમાએ પહોંચ્યો છે. ટિકિટોને લઈને કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.અત્યાર સુધી આ રોષ અન્ય પક્ષમાં

Gujarat
PICTURE 4 134 લો કરો વાત...અમદાવાદ કોંગ્રેસમાં આ વોર્ડમાં કાર્યકરોએ પ્રભારીની કરી ધોલાઇ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે વિવિધ પક્ષો દ્વારા ટિકિટોની જાહેરાત કરવામાં આવ્યા બાદ કકડાટ ચરમસીમાએ પહોંચ્યો છે. ટિકિટોને લઈને કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.અત્યાર સુધી આ રોષ અન્ય પક્ષમાં જોડાઈ મને બહાર નીકળતો હતો, પરંતુ હવે તો કાર્યકરોએ પ્રભારીની ધોલાઇ કરતા થઈ ગયા છે.અમદાવાદમાં એક આવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ટિકિટ ફાળવણીને લઇને નારાજ કાર્યકર્તાઓએ વોર્ડ પ્રભારીને મૂઢ માર માર્યો હતો, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.

Cheating / પુનામાં એક નહીં નવ-નવ લુટેરી દુલ્હન ઝડપાઈ,50 પરિવારો સાથે લગ્નના નામે આચરી છેતરપિંડી

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોનું લીસ્ટ જાહેર ન કરીને છેલ્લી ઘડી સુધી લોકોને ફોન કરી અને મેન્ડેટની ફાળવણી કરવામાં આવી હતી.કોંગ્રેસના રાણીપ, સાબરમતિ અને ચાંદખેડા વોર્ડના પ્રભારી પ્રફુલ્લ શાહ સામે કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો.કાર્યકર્તાઓએ ભેગા મળીને પ્રફુલ્લ શાહની ધોલાઈ પણ કરી હતી એટલે સુધી ધોલાઈ કરી કે તેને મૂઢમાર માર્યો હતો.આ ઘટનાના પગલે અન્ય બોર્ડના પ્રભારી પણ પોતાના વોર્ડમાં કરે તેવો માહોલ હાલ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે.

UP / પ્રિયંકાએ મારી પ્રયાગમાં ડૂબકી, કોંગ્રેસ ડુબશે કે તરશે?

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે મારમારવાના પગલે પ્રભારી પ્રફુલ્લ શાહ પોલીસ ફરિયાદ નોંધાવે તેવી સંભાવના છે.તેમજ કોંગ્રેસ પ્રભારી ને માર મારવાના મુદ્દે પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં તેઓ અને દીપક બાબરીયા પ્રફુલભાઈને મળવા ગયા હતા.ટિકિટ ન મળવાના કારણે રોષે ભરાયેલા કેટલાક લોકોએ તેમના પર રીતસરનો હુમલો કર્યો હતો.જોકે કોંગ્રેસના જ કાર્ય કરતા હોવાથી ફક્ત તેમની સામે કાર્યવાહી કરે તેવું મનીષ દોશીએ પણ જણાવ્યું હતું.

Election / ગુજરાતમાં દિલ્હી મોડલ લાગુ કરશે AAP : આ 9 મુદ્દાઓનો મેનિફેસ્ટો જાહેર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…