ગુજરાત/  જુનાગઢ તોડકાંડ મામલે તરલ ભટ્ટના સાગરીતની ધરપકડ

 પોલીસે તોડકાંડ મામલે દીપ શાહની ધરપકડ કરી કોર્ટમાં હાજર કર્યો

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 02 28T184859.453  જુનાગઢ તોડકાંડ મામલે તરલ ભટ્ટના સાગરીતની ધરપકડ

@નિકુંજ પટેલ 

Junagadh News: જુનાગઢના ચકચારભર્યા એસઓજી તોડકાંડ મામલામાં પોલીસે તરલ ભટ્ટના સાગરીતની ધરપકડ કરી છે. છે. પોલીસે તરલ ભટ્ટના વિશ્વાસુ દીપ શાહની ધરપકડ કરી છે. દીપ શાહને જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે. જેમાં એટીએસે તેના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી છે.બીજીતરફ તરલ ભટ્ટના એડવોકેટે તરલ ભટ્ટની જામીન અરજી પણ રજૂ કરી છે. જેમાં બન્ને પક્ષના વકીલોની દલીલ પુરી થઈ છે.

જુનગાગઢ ચર્ચાસ્પદ તોડકાંડ કેસમાં એટીએસે વધુ એક શખ્સને ઝડપી લીધો છે. તોડબાજ પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટના કેસમાં પોલીસને મહત્વના પુરાવા અને કડીઓ મળી છે. જે આ મહા તોડકાંડ કેસમાં તરલ ભટ્ટના સાગરીતો અને ભાગીદારો માટે મોટી મુશ્કેલી સર્જી શકે છે.

એટીએસે ધરપકડ કરેલા દીપ શાહ અને તરલ ભટ્ટનું  વતન ભાવનગર છે. જોકે દીપ શાહ મુંબઈ સ્થાયી થયો છે. બે અઠવાડીયા અગાઉ વિશાલ અને દીપ શાહ નામના બે શખ્સોને પોલીસે શોધી કાઢ્યા હતા અને તેમની પુછપરછ હાથ ધરી હતી.

જેની તપાસમાં એટીએસને તરલ ભટ્ટ અને દીપ શાહની આ મસ મોટા તોડકાંડમાં ભાગીદારી હોવાના પુરાવા મળ્યા છે. તરલ ભટ્ટના ઈશારે જેમના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા હતા તે ખાતેદારો પાસેથી જે નાણાં પડાવવામાં આવતા હતા તે લાખોની રકમ દીપ શાહ સ્વીકારતો હતો. તરલ ભટ્ટના ઈશારે દીપ શાહે અંદાજે 40 લાખ જેટલી રકમ સ્વીકારી હોવાનું કહેવાય છે.

આ તોડકાંડની તપાસ એટીએસને સોંપવામાં આવી ત્યારથી આ મામલો ચર્ચામાં રહ્યો છે. ધીમી અને મક્કમ ગતિએ તપાસ કરી રહેલી એટીએસે પીઆઈ એ.એમ.ગોહિલ, પીઆઈ તરલ ભટ્ટ અને કોન્સ્ટેબલ દીપકના નામ એફઆઈઆરમાં હોવા છત્તા તેમની ધરપકડમાં ઉતાવળ દાખવી ન હતી. તરલ ભટ્ટની ધરપકડ બાદ બે વખત રિમાન્ડ મેળવીને પોલીસે આ કેસની મહત્વની કડીઓ જોડીને મહત્વના પુરાવા એકઠા કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે! જાણો ગુજરાતમાં ટિકિટના દાવેદાર કોણ છે

આ પણ વાંચો:છેલ્લા ત્રણ વર્ષમાં 25 હજારથી વધુ લોકોએ કર્યો આપઘાત, જેમાંથી લગભગ 500 છે વિદ્યાર્થીઓ

આ પણ વાંચો:ગોપાલજી મંદિરની જમીન પર પાપીઓનો કબજો, ટ્રસ્ટે કરી ગૃહમંત્રીને ન્યાય માટે અરજી

આ પણ વાંચો:વિદેશી સામાનની વધુ તપાસ ન કરવા લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા