Biperjoy/ કચ્છ માટે આફત સમાન બિપરજોય વાવાઝોડું ઉત્તર ગુજરાત માટે સોનું

કચ્છ માટે આફતરૂપ બનેલું બિપરજોય Biperjoy વાવાઝોડું ઉત્તર ગુજરાત માટે કાચુ સોનું છે.  ઉત્તર ગુજરાતમાં ખેડૂતોએ વાવેતર કરી દીધું હતું અને વરસાદ ખેંચાતા તે ચિંતામાં હતા પણ બિપરજોયના  વાવાઝોડાના સ્વરૂપમાં મળનારો વરસાદના વિલંબનો ભોગ બનેલા ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે કાચુ સોનુ સાબિત થશે. 

Top Stories Gujarat
Northgujarat Biperjoy કચ્છ માટે આફત સમાન બિપરજોય વાવાઝોડું ઉત્તર ગુજરાત માટે સોનું

કચ્છ માટે આફતરૂપ બનેલું બિપરજોય Biperjoy વાવાઝોડું ઉત્તર ગુજરાત માટે કાચુ સોનું છે.  ઉત્તર ગુજરાતમાં ખેડૂતોએ વાવેતર કરી દીધું હતું અને વરસાદ ખેંચાતા તે ચિંતામાં હતા પણ બિપરજોયના  વાવાઝોડાના સ્વરૂપમાં મળનારો વરસાદના વિલંબનો ભોગ બનેલા ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે કાચુ સોનુ સાબિત થશે.

ઉનાળાના અંતના ગણતરીનાં દિવસો જ બાકી Biperjoy રહી ગયા છે. ખેડૂતોએ હવે ચોમાસા પાકનું વાવેતર શરૂ કરી દીધું છે. ઉત્તર ગુજરાતમાં ચોમાસા પાકમાં મુખ્યત્વે મગફળી, કપાસ, શાકભાજી અને મકાઈનું વાવેતર કરવામાં આવતું હોય છે. હાલ વાવાઝોડાના પગલે વિવિધ જિલ્લામાં ખેતીને અસર થઈ રહી છે પરંતુ કૃષિ વિભાગના જણાવ્યા પ્રમાણે આ વખતે વાવાઝોડાના કારણે આવતો વરસાદ ઉત્તર ગુજરાતમાં ચોમાસુ પાકને ફાયદો કરશે.

ચોમાસુ વાવેતર શરૂ થયાના બીજા સપ્તાહના Biperjoy અંતે ઉત્તર ગુજરાતની 29616 હેક્ટર જમીનમાં વાવેતર થઈ ચૂકયું છે. ગત વર્ષે 16320 હેક્ટરમાં વાવેતર થયું હતું. એટલે કે, ગત વર્ષની સરખામણીએ 81.47% વધુ વાવેતર થયું છે. ગત વર્ષ કરતાં પ્રિ-મોનસુન સિઝનમાં વધુ વરસાદ થયો હોવાથી વાવેતર વધ્યું છે.

કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાતને લઇ થનારો વરસાદ ઉત્તર ગુજરાતમાં ચોમાસુ વાવેતરને નુકસાન નહીં પહોંચાડે. પરંતુ વાવેતર માટે ફાયદાકારક રહેશે. વરસાદ બાદ વરાપ નીકળતાની સાથે વાવેતર ઝડપી Biperjoy બનશે. સિઝનના અંતે 16.47 લાખ હેક્ટરના અંદાજ સામે 29616 હેક્ટર વાવેતર થયું છે. 5 જિલ્લામાં વાવેતરની સ્થિતિ જોઈએ તો, મહેસાણામાં 2.87 લાખ હેક્ટરના અનુમાન સામે 5881 હેક્ટરમાં, પાટણમાં 3.16 લાખ હેક્ટરના અંદાજ સામે 6840 હેક્ટર છે.

બનાસકાંઠામાં 6.10 લાખ હેક્ટરના અંદાજ સામે 1684 હેક્ટર, સાબરકાંઠામાં 2.31 લાખ હેક્ટરના અંદાજ સામે 11645 હેક્ટર અને અરવલ્લીમાં 2.01 લાખ હેક્ટરના અંદાજ સામે 3566 હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે. આ વર્ષે કપાસનું સૌથી વધુ 16828 હેક્ટરમાં વાવેતર ઉત્તર ગુજરાતમાં થયું છે. મગફળીનું 6749 હેક્ટરમાં, ઘાસચારાનું 3457 હેક્ટરમાં, શાકભાજીનું 1917 હેક્ટરમાં, સોયાબીનનું 403 હેક્ટરમાં, મકાઈનું 196 હેક્ટરમાં અને તુવેરનું 66 હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે.

 

આ પણ વાંચોઃ Biperjoy/ વાવાઝોડાને પહોંચી વળવા કચ્છની છેલ્લામાં છેલ્લી કેવી છે તૈયારી તે જાણો

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ આજે રાત્રે દરિયાકાંઠે અથડાઈ શકે છે બિપરજોય, જખૌ બંદરથી 140 કિમી દૂર

આ પણ વાંચોઃ Cyclone Biporjoy/ બિપરજોય વાવાઝોડાને લઈને પાટણ વહીવટી તંત્રએ લીધો નિર્યણ, પાટણમાં શૈક્ષણિક કાર્ય બંધ

આ પણ વાંચોઃ Biperjoy/ વાવાઝોડાનું સમયપત્રક બદલાયુઃ ચારથી આઠમાં નહી પણ સાંજે સાતથી નવમાં ટકરાશે

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ ગુજરાતથી હવે 180 કિમી દૂર ‘બિપરજોય’, કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, કેટેગરી 3નું અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન