Tamannaah -Vijay Relationship/ વિજય વર્માએ તમન્ના ભાટિયા પર વરસાવ્યો પ્રેમ, કહ્યું- જીવનમાં ઘણો પ્રેમ છે

તમન્ના ભાટિયા અને વિજય વર્મા આજકાલ તેમના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા તમન્નાએ વિજય સાથેના સંબંધો પર મહોર મારી હતી. હવે વિજય વર્માએ પણ અભિનેત્રી પર ઘણો પ્રેમ વરસાવ્યો છે.

Entertainment
Vijay-Tamanna

રણબીર-આલિયા, કેટરિના-વિકી અને સિદ્ધાર્થ-કિયારા બાદ આ દિવસોમાં તમન્ના ભાટિયા અને વિજય વર્માના રિલેશનશિપના સમાચારને લઈને અત્યારે ખુબ જ ચર્ચા થઇ રહી છે. તાજેતરમાં, ‘લસ્ટ સ્ટોરીઝ-2’ અભિનેત્રીએ વિજય વર્મા સાથેના તેના સંબંધોની પુષ્ટિ કરી હતી.

એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે વિજય વર્માને પોતાનું હેપ્પી પ્લેસ કહ્યું હતું. તમન્ના બાદ હવે ‘દહાડ’ એક્ટર વિજય વર્માએ પણ અભિનેત્રીનું નામ લીધા વિના તેની સાથેના સંબંધોની પુષ્ટિ કરી છે. વિજય વર્માએ અભિનેત્રી પર ઘણો પ્રેમ વરસાવ્યો છે.

વિજય વર્માએ કહ્યું- જીવનમાં માત્ર પ્રેમ જ પ્રેમ છે

યુટ્યુબર જાનિકા સિક્વેરાને આપેલા એક ઇન્ટરવ્યુમાં, વિજય વર્માએ તમન્ના ભાટિયા સાથેના તેના સંબંધો વિશે વાત કરી. જો કે આ દરમિયાન તેણે અભિનેત્રીનું નામ લીધું ન હતું. વિજય વર્માએ આ ઈન્ટરવ્યુમાં કહ્યું, “તમે ત્યારે જ વસ્તુઓ વિશે વાત કરો છો જ્યારે તેનો યોગ્ય સમય હોય છે.

જો કે, આ સમયે હું તમને એટલું જ કહી શકું છું કે અત્યારે મારા જીવનમાં ઘણો પ્રેમ છે અને હું ખૂબ જ ખુશ છું . ” તેણે કહ્યું, “હું ઇચ્છું છું કે લોકો એક અભિનેતા તરીકે મારા કામ વિશે વાત કરે ના કે મારા અંગત જીવનને લઈને”.

tamannah(3) વિજય વર્માએ તમન્ના ભાટિયા પર વરસાવ્યો પ્રેમ, કહ્યું- જીવનમાં ઘણો પ્રેમ છે

બંને પહેલીવાર ગોવામાં જોવા મળ્યા હતા

તમને જણાવી દઈએ કે થોડા મહિનાઓ પહેલા તમન્ના ભાટિયા અને વિજય વર્માનો ગોવામાં પાર્ટી કરતો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં આ કપલ એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા. અગાઉ, વિજય વર્માના મિત્ર અને અભિનેતા ગુલશન દેવૈયાએ ​​પોતે આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘કુછ તો હૈ, ક્યા હૈ યે નહીં પતા. બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ સારી છે.ચોક્કસ તેનો કોઈ અર્થ હોવો જોઈએ’.

તમને જણાવી દઈએ કે તમન્ના ભાટિયા ‘લસ્ટ સ્ટોરીઝ-2’માં વિજય વર્માની લવ ઇન્ટરેસ્ટની ભૂમિકા ભજવી રહી છે. નેટફ્લિક્સ પર રિલીઝ થનારી આ ફિલ્મમાં તમન્ના ભાટિયાએ તેની 18 વર્ષની કારકિર્દીમાં પ્રથમ વખત ઓનસ્ક્રીન કિસ કરી છે .

આ પણ વાંચો:Tellywood/‘દયાબેને’ કેમ છોડ્યું તારક મહેતા શો? બાવરીએ ખોલ્યા ઘણા રહસ્યો

આ પણ વાંચો:RIP Kazan Khan/અન્ય એક અભિનેતાએ કહ્યું દુનિયાને અલવિદા,  હાર્ટ અટેકે લીધો જીવ

આ પણ વાંચો:નિવેદન/‘લડકી ચીઝ હી ઐસી હૈ…’, ફિલ્મ ‘અજમેર 92’ પર સરવર ચિશ્તીનું વિવાદાસ્પદ નિવેદન