Tellywood/ ‘દયાબેને’ કેમ છોડ્યું તારક મહેતા શો? બાવરીએ ખોલ્યા ઘણા રહસ્યો

મોનિકા ભદોરિયાએ કહ્યું કે, તારક મહેતા શો સાથે મારી છ વર્ષની સફર છે. આ પ્રવાસમાં, મને ક્યારેય નક્કી કરેલ પેમેન્ટ નથી મળ્યું.

Entertainment
Monika Bhadoriya, Disha VAkani

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા કેટલાક સમયથી ઘણા વિવાદોમાં છે. આ શો સાથે જોડાયેલા ઘણા સ્ટાર્સે નિર્માતા અસિત કુમાર મોદી વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. આ જ શોમાં બાવરીનો રોલ કરનાર અભિનેત્રી મોનિકા ભદોરિયા પણ ચર્ચામાં છે. મોનિકાએ હાલમાં જ શો સાથે જોડાયેલા કેટલાક ગંભીર ખુલાસા કર્યા છે. મેકર્સ પર ટોર્ચરનો આરોપ લગાવ્યા બાદ હવે મોનિકાએ દયાબેન પર પણ નિવેદન આપ્યું છે. તેણે વાતોવાતોમાં એવી ઘણી હિન્ટ આપી કે દિશા વાકાણીએ કેમ ‘તારક મહેતા’ છોડ્યું હતું?

મોનિકા ભદોરિયાને 2019ના શોમાંથી બહાર કરવામાં આવી હતી. તાજેતરમાં ભદોરિયાએ શો મેકર અસિત મોદી અને તેમની સાથેના મતભેદો વિશે ઘણા ખુલાસા કર્યા છે. જેનિફર બંસીવાલ મિસ્ત્રી બાદ મોનિકાએ પણ પ્રોડક્શન હાઉસ પર તેની સાથે ગેરવર્તનનો આરોપ લગાવ્યો હતો. આટલું જ નહીં, મોનિકાએ એ પણ ધ્યાન દોર્યું કે દયાબેન ઉર્ફે દિશા વાકાણીનું શો છોડવાનું કારણ શું હતું.

તેણીએ કહ્યું, “મારે મારી મહેનતની કમાણી માટે એક વર્ષ સુધી લડવું પડ્યું, તો પણ તેઓ પેમેન્ટ છોડવા માટે તૈયાર ન હતા. જ્યારે મેં તેમને કહ્યું કે હું તેમની વિરુદ્ધ CINTAAમાં ફરિયાદ કરવા જઈ રહી છું, ત્યારે તેઓ ગભરાઈ ગયા અને મારું પેમેન્ટ કર્યું.”

અભિનેત્રીએ કહ્યું કે, તારક મહેતા શો સાથે મારી છ વર્ષની સફર છે. આ પ્રવાસમાં, મને ક્યારેય નક્કી કરાયેલ પેમેન્ટ નથી મળ્યું. તે તેમના શબ્દો પરથી હટી ગયા હતા.  અસિત મોદીએ કહ્યું કે મને યાદ નથી કે શું નક્કી કરવામાં આવ્યું હતું… શૈલેષ જી હોય, ગુરચરણ સિંહ હોય, રાજ અનાડકટ હોય, જેનિફર હોય, નેહા મહેતા હોય, દરેકને તકલીફ છે. હું એક વર્ષ સુધી લડી. હું તેની ઓફિસમાં જઈને બેસી રહી પણ કોઈ મદદ ન મળી. મેં તેમને નોટિસ મોકલ્યા પછી, તેઓએ મારું પેમેન્ટ ક્લિયર કર્યું.”

મોનિકા કહે છે કે, જ્યારે શોની નાની સ્ટાર હોવાને કારણે તેને આટલી યાતનાઓનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે અન્ય સ્ટાર્સને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હશે. આ જ કારણ છે કે દિશા વાકાણીએ શો છોડી દીધો હોવો જોઈએ અને તેણે પરત ફરવાનો કોઈ નિર્ણય લીધો નથી.

આ પણ વાંચો:RIP Kazan Khan/અન્ય એક અભિનેતાએ કહ્યું દુનિયાને અલવિદા,  હાર્ટ અટેકે લીધો જીવ

આ પણ વાંચો :નિવેદન/‘લડકી ચીઝ હી ઐસી હૈ…’, ફિલ્મ ‘અજમેર 92’ પર સરવર ચિશ્તીનું વિવાદાસ્પદ નિવેદન

આ પણ વાંચો :Film City Mumbai/હવે ફિલ્મ સિટીને શૂટિંગ માટે મળશે તેનું પોતાનું ‘રેલ્વે સ્ટેશન’

આ પણ વાંચો :WTC Final 2023/ભારતની હાર માટે અનુષ્કા શર્માને કરી ટ્રોલ, હેટર્સે બોલી રહ્યા છે આવા અપશબ્દો

આ પણ વાંચો :વિવાદ/નસીરુદ્દીન શાહે કેમ પાકિસ્તાનના સિંધીઓની માગી માફી? કહ્યું- શું તમે ફાંસીએ ચઢાવી દેશો…