Cyclone Biporjoy/ બિપરજોય વાવાઝોડાને લઈને પાટણ વહીવટી તંત્રએ લીધો નિર્યણ, પાટણમાં શૈક્ષણિક કાર્ય બંધ

ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસર દેખાવાની શરુ થઇ ગયી છે એવામાં પાટણ વહીવટી તંત્રએ પહેલથી જ સાવચેતીના ભાગરૂપે શૈક્ષણિક કાર્યને બંધ કરવા નિર્યણ લીધો છે.

Top Stories Gujarat
patan

જ્યાં એક તરફ બિપરજોય આ સમયે ગુજરાતની ખૂબ નજીક પહોંચી ગયો છે. તે જ સમયે, IMD તેના કારણે થયેલા વિનાશ વિશે પહેલાથી જ એલર્ટ કરી ચૂક્યું છે. આવી સ્થિતિમાં હવે સુરક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તે જ સમયે, લોકોને સુરક્ષિત સ્થાનો પર લઈ જવા માટે જગ્યાઓ ખાલી કરાવવાની કામગીરી સતત ચાલુ છે. ગુજરાતમાં આજે વાવાઝોડાને લઇને હવામાન વિભાગે અપડેટ આપ્યુ છે, તે પ્રમાણે આજે સાંજે 4 થી 8 કલાકની વચ્ચે કચ્છના દરિયા કાંઠા પર બિપરજૉય લેન્ડફૉલ થશે, આ પહેલા રાજ્યના વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે.

ઠેર ઠેર જગ્યાએ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. આ સાથે જ બિપરજૉય વાવાઝોડાને ધ્યાનમાં લઈને પરિસ્થિતિ હાથમાં થી નીકળી જાય તે પહેલા પાટણ જિલ્લા વહીવટી તંત્રએ એક મોટો નિર્ણય લીધો છે. જેમાં પાટણ વહીવટી તંત્રએ સાવચેતીના પગલાંરૂપે શૈક્ષણિક કાર્યને બંધ કરવાનો નિર્ણય લીધો છે. પતન જિલ્લામાં બધી જ શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કાર્યને બંધ કરવા માટે પતન વહીવટી તંત્રએ  એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અંતર્ગત રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં 15 થી 17 જૂન સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવશે.

આ ઉપરાંત આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા તેમજ કૉલેજોમાં ત્રણ દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવશે. આગામી 17 જૂને સમગ્ર જિલ્લામાં પ્રાથમિક, માધ્યમમિક, અને કૉલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનું ફરમાન આપવામાં આવ્યુ છે. આની જાણ જિલ્લા કલેકટર દ્વારા બધી જ શાળા કોલેજોને કરવામાં આવી છે. આમાં ખાસ વાત એ છે કે, શૈક્ષણિક કાર્યને તો બંધ રાખવામાં આવશે પરંતુ આ દરમિયાન ત્યાના તમામ કર્મચારીઓને સ્થળ પર હાજર રહેવા સૂચન કરવામાં આવ્યું છે.

બિપરજોય વાવાઝોડાને લઇને મોટુ અપડેટ

બિપરજોય પર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તેની અસર ગુજરાત અને મહારાષ્ટ્ર, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, લક્ષદ્વીપ, કેરળ, આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને પશ્ચિમ રાજસ્થાન સહિત 9 રાજ્યોમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. અહીં ઘણા વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે અને હવે વરસાદ થઈ રહ્યો છે.

બિપરજોય હાલમાં રાજ્યથી લઈને કેન્દ્ર સરકારને વાવાઝોડાને લઈને એલર્ટ મોડ પર છે. દેશના ગૃહમંત્રી, સંરક્ષણ મંત્રી, ત્રણેય સેના પ્રમુખ, એનડીઆરએફ, એસડીઆરએફ, ગુજરાતના મુખ્યમંત્રી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હવામાન વિભાગ સાથે સંકળાયેલા દરેક કર્મચારીઓની નજર આ સમયે માત્ર બિપરજોય વાવાઝોડા પર છે. શનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (ઓપરેશન્સ) મોહસીન શાહિદીના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસમાં 74,000 થી વધુ લોકોને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. એક અંદાજ છે કે વાવાઝોડાને કારણે 8 જિલ્લાના 442 નીચાણવાળા ગામો પૂર અને વરસાદથી પ્રભાવિત થઈ શકે છે.

તોફાન, પૂર અને વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને એકલા કચ્છમાંથી આશરે 34,300 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મોરબીમાં 9,243, રાજકોટમાં 6,089, જામનગરમાં 10,000, દેવભૂમિ દ્વારકામાં 5,035, જૂનાગઢમાં 4,604, પોરબંદર જિલ્લામાં 3,469, ગીર સોમનાથ જિલ્લામાં 1,605 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:જો તમે ચક્રવાતના ડેન્જર ઝોનમાં ફસાયેલા છો તો જાણો શું કરવું,શું ન કરવું

આ પણ વાંચો:કેમ આટલું ખતરનાક છે ચક્રવાત બિપરજોય, જાણો 5 મોટા કારણો

આ પણ વાંચો:ચક્રવાત બિપરજોયને લઈને ગુજરાત સરકાર એલર્ટ, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાણો શું કહ્યું…

આ પણ વાંચો:સ્નેચિંગ કરાયેલા 120 મોબાઇલ સાથે સુરતની ઉમરા પોલીસે 3 આરોપીને પકડ્યા અને 38 ગુનાઓનો ભેદ ઉકેલ્યો