Surat/ સ્નેચિંગ કરાયેલા 120 મોબાઇલ સાથે સુરતની ઉમરા પોલીસે 3 આરોપીને પકડ્યા અને 38 ગુનાઓનો ભેદ ઉકેલ્યો

સુરતના ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગુનાને અટકાવવા તેમજ અગાઉ નોંધાયેલા ગુનાઓમાં ભાગતા ફરતા આરોપીને પકડવા માટે ઉમરા પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું.

Gujarat Others
મોબાઇલ

@અમિત રૂપાપરા 

સુરત શહેર પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ ઓછી થાય તેવા પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતની ઉમરા પોલીસે 3 મોબાઇલ સ્નેચરોને ઝડપી પાડ્યા છે. આ ત્રણ આરોપી પાસેથી 120 મોબાઇલ, 3.50 લાખ રૂપિયા રોકડા અને બે બાઈકનો મુદ્દા માલ જપ્ત કરાયો છે. આ 3 આરોપીની ધરપકડ બાદ આરોપીઓની પૂછપરછમાં 38 ગુનાનો ભેદ ઉકેલાયો છે.

સુરતના ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગુનાને અટકાવવા તેમજ અગાઉ નોંધાયેલા ગુનાઓમાં ભાગતા ફરતા આરોપીને પકડવા માટે ઉમરા પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે ઉમરા પોલીસે ચોક્કસ બાતમીના આધારે મોબાઈલ સ્નેચિંગના ગુનાઓને અંજામ આપતા ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણ આરોપીમાં શાહિદ ઉર્ફે સાહિલ, મુફેજ મુલતાની અને સિદ્દીક કાપડિયા નામના ઇસમનો સમાવેશ થાય છે.

ઉમરા પોલીસ દ્વારા સૌપ્રથમ સાહિલ ઉર્ફે સાહિલ અને મુફેજ મુલતાની નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેની પૂછપરછ કરતા સિદ્દીક કાપડિયા નામનો રીસીવર પણ આરોપી સાથે ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપતો હોવાનું સામે આવ્યું હતું. તેથી ભાગડ વિસ્તારમાં રહેતા સિદ્દીક અબ્દુલ કાપડિયાની ધરપકડ પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને તે રીસીવર તરીકેની ભૂમિકા ભજવતો હતો. સિદ્દીકના ઘરમાંથી પોલીસને 120 મોબાઇલ, જેની કિંમત 22.50 લાખ રૂપિયા થાય છે. આ ઉપરાંત રોકડા 3,50,000 અને 2 મોટરસાયકલ મળી આવી હતી.

મહત્વની વાત છે કે, પોલીસને સિદ્દીકના ઘરમાંથી એક ડાયરી પણ મળી આવી હતી. ડાયરીમાંથી પોલીસને કેટલીક માહિતી પણ મળી છે કે, જેમાં આ ડાયરીમાં આરોપી સિદ્દીકે 13 જેટલા મોબાઈલ સ્નેચરોના ટૂંકા નામ લખીને રાખતો હતો. આ ઉપરાંત હિસાબના ચોપડા પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. આમ કુલ પોલીસે સિદ્દીકના ઘરમાંથી 27.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ દ્વારા જે 120 જેટલા મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા તેના IMEI નંબરના આધારે તપાસ કરતા સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 38 મોબાઈલ ચોરીના ગુના નો ભેદ ઉકેલાયો છે.

આ ઉપરાંત સુરતની ઉમરા પોલીસને બીજી એક સફળતા પણ મળી છે કે, સિદ્દીકના ઘરેથી જે ડાયરી મળી હતી સ્નેચરોના નામ લખેલી તેમાં 13 જેટલા મોબાઈલ સ્નેચરના નામ લખેલા હતા તેમાંથી બેને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા છે. આમ પોલીસે મોબાઈલ સ્નેચિંગના ગુનાઓને અંજામ આપતા આરોપીને પકડી સુરતના ઉમરા પોલીસ સ્ટેશન, વેસુ પોલીસ સ્ટેશન, મહિધરપુરા પોલીસ સ્ટેશન, ગોડાદરા પોલીસ સ્ટેશન, સલાબતપુરા પોલીસ સ્ટેશન અને અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 20 ગુનાનો ભેદ ઉકેલ કાઢ્યો છે. આ ઉપરાંત E-FIRના 18 ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે. જેમાં રેલ્વે પોલીસ સ્ટેશન, કડોદરા, ગોડાદરા, લિંબાયત, સલાબતપુરા, ચોક બજાર, કતારગામ, મહીધરપુરા, ખટોદરા, વેસુ, અડાજણ, જહાંગીરપુરા, પાલ, રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા E-FIRના ગુનાનો ભેદ ઉકેલાયો છે. ઉમરા પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે આરોપી સાહિલ ઉર્ફે શાહિદ સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં 2 અને અડાજણ પોલીસ સ્ટેશનમાં 3 ગુના અગાઉ નોંધાઈ ચૂક્યા છે. તો આરોપી મુફેજ મુલતાની સામે ખટોદરા પોલીસ સ્ટેશનમાં 2 ગુના નોંધાયા છે.

આ પણ વાંચો:ગુજરાતમાં થઈ શકે છે ભયંકર તબાહી, ચોમાસા પર પણ પડશે અસર?

આ પણ વાંચો:બિપરજોય ચોમાસા પર અસર નહી કરેઃ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર

આ પણ વાંચો:બિપરજોય ચોમાસા પર અસર નહી કરેઃ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર

આ પણ વાંચો:ક્યાં અને ક્યારે લેન્ડફોલ કરશે ચક્રવાત બિપરજોય, કયા સ્થળોને થશે અસર, જાણો તમામ મહત્વની બાબતો