Not Set/ માટે જ ખેડૂતને કહેવાય છે જગતનો તાત ! કચ્છનાં સૂકા ભઠ્ઠ રણમાં પણ સ્ટ્રોબેરીની ખેતી

આપણે મોટાભાગે સાંભળ્યું છે કે સ્ટ્રોબેરીની ખેતી હિમાચલ અને મહારાષ્ટ્રના મહાબળેશ્વર જેવા ખુશનુમા વાતાવરણમાં જ શક્ય છે. જોકે એવું નથી. કચ્છ જિલ્લાના સુકા ભઠ્ઠ રણપ્રદેશમાં

Gujarat Others
Strawberry માટે જ ખેડૂતને કહેવાય છે જગતનો તાત ! કચ્છનાં સૂકા ભઠ્ઠ રણમાં પણ સ્ટ્રોબેરીની ખેતી

આપણે મોટાભાગે સાંભળ્યું છે કે સ્ટ્રોબેરીની ખેતી હિમાચલ અને મહારાષ્ટ્રના મહાબળેશ્વર જેવા ખુશનુમા વાતાવરણમાં જ શક્ય છે. જોકે એવું નથી. કચ્છ જિલ્લાના સુકા ભઠ્ઠ રણપ્રદેશમાં હવે સ્ટ્રોબેરીની ખેતી શકય બની છે. કચ્છમાં ડ્રેગન ફ્રૂટ, સફરજન સહિતના ફળોના સફળ વાવેતર બાદ ભુજ તાલુકાના રેલડી ગામે પ્રથમ વખત ખેડૂતે ૩૦ હજાર સ્ટ્રોબેરીના રોપાનું વાવેતર કર્યું છે.

રણમાં ખીલી સ્ટ્રોબેરી

કચ્છ જિલ્લો બન્યો અમીરોના ખોરાકનું કેન્દ્ર
સ્ટ્રેબેરીનું વાવેતર કર્યું ખેડૂતે
હવે ગુજરાત બહારની સ્ટ્રોબેરીની નહીં જોવી પડે રાહ
કચ્છના સૂકા ભઠ્ઠ રણમાં પણ હવે સ્ટ્રોબેરીની ખેતી

સૌથી પહેલા લીલાછમ છોડમાં લટકતી સ્ટ્રોબેરી મોઢામાં પાણી આવી ગયું હશે. એટલું જ નહીં સ્ટ્રોબેરીના ખટમીઠા સ્વાદનો ચટકો દાઢે પણ વળગ્યો હશે. તો હવે તમારે તેના માટે નૈનીતાલ, દેહરાદૂન, હિમાચલ પ્રદેશ કે મહારાષ્ટ્રથી આયાત થતી સ્ટ્રોબેરીની રાહ નહીં જોવી પડે. કારણ કે, ગુજરાતના કચ્છમાં પણ હવે સ્ટ્રોબેરીની ખેતી થવા લાગી છે. કચ્છમાં ભૂકંપ બાદ પ્રગતિશીલ ખેડૂતોએ કાઠું કાઢયું હોય તેમ ઠંડા અને પર્વતીય વિસ્તારોમાં થતા ફળો પણ હવે કચ્છમાં ઉત્પાદિત થઈ રહ્યા છે. ઠંડા અને પર્વતીય સ્થળોએ પરંપરાગત રીતે ખીલતું ફળ સ્ટ્રોબેરી કચ્છના શુષ્ક ભૂપ્રદેશમાં પણ ઉત્પાદીત થઈ રહ્યું છે. ભુજ તાલુકાના રેલડી ગામે વાડી વિસ્તર ધરાવતા હરેશભાઈ ઠક્કરે પ્રથમ વખત પોતાની વાડીમાં રાજ્યપાલના હસ્તે સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે.

મહારાષ્ટ્રથી રોપા લાવીને કર્યું વાવેતર
નવેમ્બરમાં કરી વાવણી, જાન્યુઆરીમાં ઉત્પાદન
40 દિવસ બાદ ફળ મળવાની થાય છે શરૂઆત

મહારાષ્ટ્રમાં સ્ટ્રોબેરીનું મોટાપાયે ઉત્પાદન થાય છે. જેથી મહારાષ્ટ્રથી સ્ટ્રોબેરીના રોપા લાવી પ્રથમ વખત વાવેતર કર્યું. એક એકરમાં ૧૮ હજાર રોપા વાવી શકાય છે. મેં ૩૦ હજાર રોપા મારી વાડીમાં વાવ્યા છે. સામાન્ય રીતે વાવેતર બાદ ૪૦ દિવસે ફળ આવવાની શરૂઆત થાય છે. સ્ટ્રોબેરીનો પાક નવેમ્બર મહિનામાં વાવેતર કરવામાં આવે તો જાન્યુઆરીના ઠંડીના સમયગાળામાં સારા એવા પ્રમાણમાં ઉત્પાદન મળે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કચ્છની મુલાકાતે હતા ત્યારે ગત ૧૧ નવેમ્બરે તેમના હસ્તે વાવેતરમાં કરવામાં આવ્યું…

ઓછા પાણીએ થાય છે સ્ટ્રોબેરીની ખેતી

કચ્છમાં જ્યારે પાણીની કટોકટી વર્તાતી હોય ત્યારે આ પાક અનુકુળ નિવડે છે. તેમજ વાવેતર બાદ પ્લાસ્ટિક કવર કરવામાં આવે છે. ખુબ માવજત પણ રાખવી પડે છે. સ્ટ્રોબેરીનો પાક ખર્ચાળ છે. કારણ કે, એક એકરમાં વાવેતર પાછળ દોઢ લાખ રૂપિયાનો ખર્ચો થાય છે તેમજ જાળવણી પણ રાખવી પડે છે.

@કૌશિક છાયા, મંતવ્ય ન્યૂઝ – કચ્છ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…