Covid-19/ સુરેન્દ્રનગરમાં ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ નોંધાયો, આફ્રિકાથી લિંબડી આવ્યો હતો શખ્સ

વૈજ્ઞાનિકો દાવો કરે છે કે ભારતમાં ત્રીજી લહેર આવશે. જો કે આ દાવાઓ કેટલા સાચા છે તે સતત વધી રહેલા કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી સમજી શકાય છે.

Top Stories Gujarat Others
ઓમિક્રોન પોઝિટિવ
  • ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ સુરેન્દ્રનગરમાં નોંધાયો
  • આફ્રિકાથી લિંબડી આવ્યો હતો વ્યક્તિ
  • 48 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
  • વેરિઅન્ટ અંગે સેમ્પલ ગાંધીનગર મોકલાયા
  • રિપોર્ટ આવ્યા બાદ થશે સ્પષ્ટતા
  • પરિજનોને હોમ કવોરોન્ટાઇન કરાયા

વૈજ્ઞાનિકો દાવો કરે છે કે ભારતમાં ત્રીજી લહેર આવશે. જો કે આ દાવાઓ કેટલા સાચા છે તે સતત વધી રહેલા કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી સમજી શકાય છે. ગુજરાતમાં જામનગરમાં ઓમિક્રોનથી સંક્રમિત દર્દીની પુષ્ટી બાદ હવે રાજ્યમાં તંત્ર અને સરકાર એલર્ટ થઇ ગયા છે.

આ પણ વાંચો – નવી મુસિબત / Omicron ને લઇને દુનિયાનાં વેક્સિન નિર્માતાઓની શું છે તૈયારીઓ અને દાવાઓ?

જણાવી દઇએ કે, ત્રીજી લહેરની એન્ટ્રી તરફ દેશ આગળ વધી રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. તાજેતરમાં દિલ્હીમાં ઓમિક્રોનનો એક કેસ સામે આવ્યો છે. હવે ગુજરાતમાં પણ ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ સુરેન્દ્રનગરમાં નોંધાયો છે. કહેવાઇ રહ્યુ છે કે આ શખ્સ આફ્રિકાથી લિંબડી આવ્યો હતો. કોરોના પોઝિટિવ શંકાસ્પદ મળી આવેલા આ પુરુષની ઉંમર 48 વર્ષ છે. આ  શખ્સ ઓમિક્રોનથી સંક્રમિત છે કે કેમ તે તપાસવા માટે તેના સંમ્પલને ગાંધીનગરમાં મોકલવામાં આવેલ છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે કે આ શખ્સ ઓમિક્રોનથી સંક્રમિત છે કે કેમ. 48 વર્ષિય શખ્સ કોરોના પોઝિટિવ મળી આવ્યા બાદ તેના પરિવારને હોમ ક્વોરેન્ટિન કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો – સંકટમાં ગુજરાત / રાજ્યમાં Omicron નાં દર્દીની વાંચો ટ્રાવેલ હિસ્ટ્રી, જામનગર-રાજકોટ બાદ શું અમદાવાદમાં હશે એન્ટ્રી?

ઉલ્લેખનીય છે કે, ઓમિક્રોનનો ખતરો હવે દિલ્હી સુધી પહોંચી ગયો છે. રાજધાની દિલ્હીમાં પણ ઓમિક્રોનનો પહેલો દર્દી મળી આવ્યો છે. આ વાતની પુષ્ટિ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કરી છે. આ વ્યક્તિ આફ્રિકન દેશ તાન્ઝાનિયાથી ભારત આવ્યો હતો. આ વ્યક્તિનાં સંપર્કમાં આવેલા 6 લોકોનાં સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ પણ કરવામાં આવ્યું હતું. સત્યેન્દ્ર જૈને રવિવારે જણાવ્યું હતું કે, “અત્યાર સુધી, કોવિડ-19 માટે પોઝિટિવ આવેલા 17 લોકોને LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમાંથી 12 સેમ્પલો માટે જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવ્યું છે. 12 સેમ્પલોમાંથી એકમાં Omicron વેરિઅન્ટ હોવાનુ સામે આવ્યું છે. તેમણે કહ્યું, “ઓમિક્રોનથી પ્રભાવિત દેશોની તમામ ફ્લાઈટ્સ બંધ કરવી જોઈએ.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…