- જામનગર : ઓમીક્રોન શંકાસ્પદ દર્દી મામલો
- દર્દી અમદાવાદથી જામનગર બાય રોડ આવ્યો હતો
- આફ્રિકાના ઝિમ્બાબ્વે થી 26 નવેમ્બરે આવવા નિકળ્યા
- 28 નવેમ્બરે અમદાવાદ એરપોર્ટ થી જામનગર લાવવામાં આવ્યા
- જામનગરની ખાનગી હોટલમાં કોરેન્ટાઇન હતાં
- 29 નવેમ્બરે ગળામાં ઇન્ફેક્શન દેખાયું
- ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ કરાવતા શંકાસ્પદ દેખાયું અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું
- 1 ડિસેમ્બરે જામનગરના ઘાંચીવાડ આરોગ્ય કેન્દ્રમાં history આવતા તાત્કાલિક corentin કરાયા
- સાથેના 9 લોકોને એન્ટીજન રિપોર્ટ કરાવતા નેગેટિવ આવ્યા
- વધુ RTpcr રિપોર્ટ માટે જી.જી.હોસ્પિટલમાં સેમ્પલ અપાયા
વિશ્વમાં કોરોનાનાં નવા વેરિઅન્ટ (Omicron) નો ખતરો વધી રહ્યો છે. ત્યારે આ વેરિઅન્ટે ભારતમાં પણ પ્રવેશ કરી દીધો છે. કર્ણાટકમાં સૌથી પહેલો Omicron નો કેસ નોંધાયો હતો, જે બાદ ગુજરાતમાં આ વેરિઅન્ટની એન્ટ્રી થઇ છે. રાજ્યનાં જામનગરનો એક શખ્સ આ અંગે શંકાસ્પદ હોવાનુ સામે આવ્યુ છે. આ શખ્સ અમદાવાદથી જામનગર બાય રોડ પહોંચ્યો હતો. જાણકારી સામે આવ્યા બાદ અમદાવાદમાં પણ આ વેરિઅન્ટનો કેસ સામે આવે તેવુ સુત્રો કહી રહ્યા છે.

આ પણ વાંચો – Covid-19 / કર્ણાટક અને જામનગર બાદ હવે રાજસ્થાનમાં પણ ઓમિક્રોનનાં કેસ નોંધાયા, ફફડી રાજ્ય સરકાર
અમદાવાદમાં Omicron ની શક્યતા કેમ ?
આપને જણાવી દઇએ કે, દક્ષિણ આફ્રિકાથી 26 નવેમ્બરનાં રોજ ભારત માટે આવવા નિકળેલા શંકાસ્પદ શખ્સ 28 નવેમ્બરનાં રોજ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો હતો. અને અમદાવાદ એરપોર્ટથી આ શંકાસ્પદ વ્યક્તિ 304 કિ.મી. દૂર જામનગર સુધી બાય રોડ પહોંચ્યો હતો. એ શક્યતાઓ નકારી શકાતી નથી કે, અમદાવાદ એરપોર્ટથી જામનગર સુધીની બાય રોડ તેની ટ્રાવેલ હિસ્ટ્રી દરમિયાન કોઇ બીજો વ્યક્તિ તેના સંપર્કમાં આવ્યો ન હોય. પણ એક વાત નક્કી છે કે, આ સંક્રમિત વ્યક્તિનું આગમન ગુજરાતમાં સૌથી પહેલા અમદાવાદ એરપોર્ટ પર થયુ હતુ. ચોક્કસ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત છે તેમ છતા અનેકવાર ભીડ ભાડનાં દ્રશ્યો આપણે જોઇ ચુક્યા છીએ. આ સંજોગોમાં અમદાવાદ પણ તે અનેક લોકોનાં સંપર્કમાં આવી ચુક્યો હોય તો નવાઇ નહી. ત્યારે હવે જામનગર અને રાજકોટ બાદ અમદાવાદમાં ઓમિક્રોનનો કેસ નોંધાય શકે તેવી માહિતી સુત્રો દ્વારા પ્રાપ્ત થઇ રહી છે. જો કે હજુ સુધી આ પ્રકારની કોઇ માહિતી સામે આવી નથી. ઓમિક્રોનથી સંક્રમિત શંકાસ્પદ શખ્સ જામનગરની ખાનગી હોટલમાં કોરેન્ટિનમાં હતા. આ શખ્સને 29 નવેમ્બરનાં રોજ ગળામાં ઇન્ફેક્શન હોવાનુ સામે આવ્યુ હતુ. શખ્સનો ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો જેમા શંકાસ્પદ દેખાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ હતુ.

શા માટે ખતરનાક છે કોરોનાનું Omicron વેરિઅન્ટ?
ચીનમાંથી પૈદા થયેલો કોરોના વાયરસ શરૂઆતમાં તેના નોર્મલ વર્તન સાથે લોકોને અસર કરી રહ્યો હતો. પણ જેમ- જેમ તેનો ફેલાવો વધતો ગયો તેમ-તેમ આ વાયરસ મ્યુટેટ થઇને વધારે ઘાતક બનતો ગયો. ભારતમાં બીજી લહેરમાં તમે જે તબાહી જોઇ તે ડેલ્ટા વેરિઅન્ટની હતી અને તેની ઝપટમાં અત્યારે દુનિયાનાં 90 થી વધારે દેશો આવી ગયા છે. જ્યા સ્થિતિ દયનિય છે. અત્યાર સુધી સૌથી ઘાતક ડેલ્ટા+ વેરિઅન્ટ માનવામાં આવતો હતો, તેના સ્પાઇક પ્રોટિન 18 વાર મ્યુટેટ થયા હતા. જ્યારે Omicron નાં સ્પાઇટ પ્રોટિન 50 થી વધુ વખત મ્યુટેટ હોવાનુ વૈજ્ઞાનિકોનાં ધ્યાનમાં આવ્યુ છે. અને એટલા માટે કોરોનાનું આ નવુ વેરિઅન્ટ Omicron વધારે સંક્રાત્મક માનવામાં આવી રહ્યુ છે.
