વડોદરા,
વડોદરામાં આગામી 31મી ઓક્ટોબરે કેવડિયા ખાતે સ્ટેચુઑફ યુનિટી અંતર્ગત વોડ દીઠ એકતા યાત્રાઓ નીકળી રહી છે, આ એકતા યાત્રાનો મુખ્ય ઉદ્દેશ લોક જાગૃતિનો છે અને તે માટે વિવિધ વિસ્તારોમાં એકતા યાત્રાનું આયોજન કરવામાં આવી રાહુયું છે.
જે પૈકીની મોટેભાગની એકતા યાત્રામાં ભાજપા નેતાઓ અને કાર્યકરોની પાંખી હાજરી હોવાથી ગુજરાત પ્રદેશ ભાજપા અગ્રણીઓ દ્વારા આની ગંભીર નોંધ લેવામાં આવી હતી.
ત્યારે આજે વોર્ડ 13 અને 14ની સરદાર એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યકરો ની પાંખી હાજરી જોવા મળી હતી.
તો યાત્રાનું સ્વાગત કરનાર પણ કોઈ ન હોવાથી કાર્યકરો દ્વારા આમ નાગરિકોને હાથ જોડીને યાત્રાના સ્વાગત માટે આજીજી કરવાની નોબત આવી હતી. તો બીજી તરફ એકતા યાત્રામાં જોડાયેલા કર્યાકરોજ સરદારની પ્રતિમાનું માન સન્માન ભુલીગયા હોય તેમ બુટ પહેરી ને સરદાર ની પ્રતિમા પાસે બેઠા હતા.
આગામી 31મી તારીખે કેવડિયા ખાતે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી એવી પ્રતિમાંનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ થનાર છે, જેને લઈને એકતા યાત્રાઓનું ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કર્યાકારોની પાંખી હાજરી અને આમ નાગરિકોના નીરઉત્સાહને લઈને આ યાત્રાનો ફિયાસકો થઈ રહ્યો છે.