Not Set/ ગ્લોબલ બજારોમાં કડાકા બાદ સેન્સેક્સમાં ૪૦૦ અને નિફ્ટીમાં ૧૦૦ પોઈન્ટનું પડ્યું ગાબડું

નવી દિલ્હી, ગ્લોબલ બજારોમાં જોવા મળેલા મોટા કડાકાની અસર દુનિયાના અન્ય દેશોના બજારોમાં પણ પડી રહી છે. ગુરુવાર સવારે માર્કેટ ખુલતાની સાથે જ ભારતના શેર માર્કેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ગુરુવારે BSE ઇન્ડેક્સ પર સેન્સેક્સમાં અંદાજે ૪૦૦થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો અને ૩૩૫૯૧.૫૩ના સ્ટાર પાર જોવા મળ્યો હતો. જયારે નિફટીમાં પણ ૧૦૦ પોઈન્ટના ઘટાડા બાદ ૧૦,૦૯૬.૯૫ના સ્તર […]

Trending Business
Sensex BSE 2017 1 1 1 1 1 1 2 1 ગ્લોબલ બજારોમાં કડાકા બાદ સેન્સેક્સમાં ૪૦૦ અને નિફ્ટીમાં ૧૦૦ પોઈન્ટનું પડ્યું ગાબડું

નવી દિલ્હી,

ગ્લોબલ બજારોમાં જોવા મળેલા મોટા કડાકાની અસર દુનિયાના અન્ય દેશોના બજારોમાં પણ પડી રહી છે. ગુરુવાર સવારે માર્કેટ ખુલતાની સાથે જ ભારતના શેર માર્કેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

ગુરુવારે BSE ઇન્ડેક્સ પર સેન્સેક્સમાં અંદાજે ૪૦૦થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો અને ૩૩૫૯૧.૫૩ના સ્ટાર પાર જોવા મળ્યો હતો. જયારે નિફટીમાં પણ ૧૦૦ પોઈન્ટના ઘટાડા બાદ ૧૦,૦૯૬.૯૫ના સ્તર પર આવી ગયું છે.

sensex 1517921935 1 2 1 1 ગ્લોબલ બજારોમાં કડાકા બાદ સેન્સેક્સમાં ૪૦૦ અને નિફ્ટીમાં ૧૦૦ પોઈન્ટનું પડ્યું ગાબડું
business-stock-market-crash-sensex-nifty-400 point

માનવામાં આવી રહ્યું છે કે, અમેરિકા ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરથી ચિંતિત રોકાણકારોએ ખુબ વેચવાલી કરી હોવાની ખબરના કારણે આજે બજારોમાં અસર જોવા મળી રહી છે.

ગુરુવાર સવારે શરૂઆતી વેપારમાં ભારતી એરટેલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, વિપ્રો અને BPCLના શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

એશિયાઈ બજારોમાં પણ જોવા મળ્યો ઘટાડો

ચાલુ સપ્તાહના ચોથા દિવસે એશિયાઈ બજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. બીજી બાજુ અમેરિકી બજારોમાં પણ અત્યારસુધીના સૌથી મોટો કડાકોની અસર જોવા મળી છે.

વૈશ્વિક બજારોમાં મચેલી અફરાતફરીના કારણે જાપાનના કારણે નિક્કેઈ ૩ ટકા સુધી તૂટી ચુક્યો છે, જયારે ઓસ્ટેલિયાના બજારોમાં પણ ૨ ટકા સુધીનો ઘટાડો થયો છે. આ ઉપરાંત ટોક્યો ઇન્ડેક્સ પણ ૩ ટકા સુધી ધડામ થયો છે.