Health/ જાણો ડેન્ગ્યુના લક્ષણો અને તેનાથી બચવા માટેના ઉપાયો

ડેન્ગ્યુના દર્દીને તાવ આવવાથી તેની પ્લેટરેટ ઓછી થઇ જાય છે. જો તેની સંભાળ ન લેવામાં આવે તો દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે. પરંતુ ડેન્ગ્યુ કયા પ્રકારનો છે તેના પર નિર્ભર થતુ હોય છે.

Trending Health & Fitness
Cricket Tutorials YouTube Thumbnail 38 જાણો ડેન્ગ્યુના લક્ષણો અને તેનાથી બચવા માટેના ઉપાયો

ડેન્ગ્યુના દર્દીને તાવ આવવાથી તેની પ્લેટરેટ ઓછી થઇ જાય છે. જો તેની સંભાળ ન લેવામાં આવે તો દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે. પરંતુ ડેન્ગ્યુ કયા પ્રકારનો છે તેના પર નિર્ભર થતુ હોય છે. ડેન્ગ્યુના કુલ ચાર પ્રકાર છે. ડેન 1, ડેન 2 , ડેન 3 ડેન 4.

ડેન્ગ્યુના મુખ્ય લક્ષણો
1 સ્નાયુઓમાં દુખાવો થવો, હાથ,કમર અને માથુ દુખવુ
2 આંખોની આજુ બાજુ દુખાવો થવો
3 સાંધામાં દુખાવો થવો

જો આ લક્ષણો દેખાય તો હોસ્પિટલમાં એડમિટ થવુ
તાવ 102 ડિગ્રીથી વધારે હોય તો
શરીર અચાનક ગરમ થઇ જાય કે ઠંડુ થઇ જાય તો
શરીરમાં કમજોરી લાગે કે ચક્કર આવે ત્યારે
બીપી ઓછી (120/80 ની જગ્યાએ 100/70 કે તેનાથી પણ ઓછી ) થાય ત્યારે
પેટમાં વધારે દુખાવો થાય ત્યારે
વારંવાર ઉલ્ટી આવવા પર

પ્લેટરેટ્સ ઓછી થાય ત્યારે ગભરાવાની જરૂર નથી
ડેન્ગ્યુ થયા પછી દર્દીની પ્લેટલેટ્સ ઓછી થઇ જતી હોય છે. ત્યારે દર્દી ગભરાય જાય છે. આવું ન કરો. જો કોઇ પણ સામાન્ય વ્યક્તિની પ્લેટરેટ્સ કાંઉટ 2 લાખ હોય તો ડેન્ગ્યુના કારણે 1 લાખ અને ત્યાર બાદ 50 હજાર થઇ જતી હોય છે. પણ આનાથી કોઇ સમ્સયા નથી, જો નાક. યુરિન.સ્ટૂલ વગેરેથી લોહી ન આવતુ હોય તો તમારે ગભરાવાની જરૂર નથી. જો દર્દીની પ્લેટરેટ્સની સંખ્યા ઓછી થઇ હોય તો તે તેની જાતે વધીને સામાન્ય થઇ જશે.

ડેન્ગ્યુના ત્રણ સ્ટેજ
1 સામાન્ય ડેન્ગ્યુ : જે દિવસે દર્દીને તાવ આવે છે તે દિવસથી લઇને 4 દિવસ સુધી પ્લેટરેટ્સ સામાન્ય જ રહે છે. જો તાવ આવ્યો હોય અને દર્દીને આરામ ન મળે અને બીજા લક્ષણ ન દેખાય ત્યારે 5 માં દિવસે તેમની પ્લેટરેટ્સની સંખ્યા ઓછી થવાનું શરૂ થઇ જાય છે.

2 ડેન્ગ્યુ હેમરેજિક : પ્લેટરેટ્સ અચાનક ઓછી થઇ જવાથી મોઢું, નાક વગેરેમાંથી લોહી નીકળવા લાગે છે. ઘણા લોકોને એના પહેલા પણ થઇ શકે છે. ક્યારે તો એવું બનતુ હોય છે કે ઠંડી લાગે , વધારે તાવ આવી જાય અને બીપી પણ ઓછુ થઇ જાય ત્યારે પ્લેટરેટ્સ ચાઢાવવાની સ્થિતિ ઉત્પન થાય છે.

3 ડેન્ગ્યુ સોક સિંડ્રોમ : આ ઘણું ભયંકર સ્ટેજ છે. બીપી ઓછી થઇને 70/40 સુધી આવી જાય કે તેનાથી પણ ઓછી થઇ જાય ત્યારે લિવર, હૃદય વગેરે ફેલ થવાની શક્યતા વધી જાય છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બીગબોસ 17ના આ કપના બ્રેકઅપની ચર્ચા, ઇન્સ્ટાગ્રામ દ્વારા મળ્યા સંકેત

આ પણ વાંચો:સલમાન ખાનના ઘરે પહોંચ્યા એકનાથ શિંદે, મીટિંગ દરમિયાન સલીમ ખાન પણ રહ્યા હાજર

આ પણ વાંચો:ઇજાગ્રસ્ત ચહેરો, સૂજી ગયેલી આંખો અને લોહીથી લથપથ… પ્રિયંકા ચોપરાને શું થયું?