Not Set/ શાહીદ કપુરની ફિલ્મના શૂટીંગ સમયે અકસ્માત, ક્રુ મેમ્બરનું મોત

મસૂરી, મસૂરીમાં એક્ટર શાહિદ કપૂરની ફિલ્મના શૂટિંગ દરમિયાન 30 વર્ષના રામુ નામના યુવકનું મોત થઈ ગયું.રામુ ફિલ્મના શૂટીંગ દરમિયાન જનરેટર ઓપરેટ કરવાની કામગીરી સંભાળતો હતો. દેહરાદૂનના પ્રેમનગર વિસ્તારમાં એક જનરેટર કંપની માટે કામ કરનારા યુવકનું ગુરુવારે મસૂરની એક ફાઈવ સ્ટાર હોટલમાં નિધન થઈ ગયું. શાહિદ કપૂરની અપકમિંગ ફિલ્મ કબીર સિંહનું શૂટિંગ થઈ રહ્યું છે અને […]

Trending Entertainment
shahid kapoor 1 શાહીદ કપુરની ફિલ્મના શૂટીંગ સમયે અકસ્માત, ક્રુ મેમ્બરનું મોત

મસૂરી,

મસૂરીમાં એક્ટર શાહિદ કપૂરની ફિલ્મના શૂટિંગ દરમિયાન 30 વર્ષના રામુ નામના યુવકનું મોત થઈ ગયું.રામુ ફિલ્મના શૂટીંગ દરમિયાન જનરેટર ઓપરેટ કરવાની કામગીરી સંભાળતો હતો. દેહરાદૂનના પ્રેમનગર વિસ્તારમાં એક જનરેટર કંપની માટે કામ કરનારા યુવકનું ગુરુવારે મસૂરની એક ફાઈવ સ્ટાર હોટલમાં નિધન થઈ ગયું.

શાહિદ કપૂરની અપકમિંગ ફિલ્મ કબીર સિંહનું શૂટિંગ થઈ રહ્યું છે અને મરનાર રામુ આ શૂટીંગનો ક્રુ મેમ્બર હતો.

જનરેટરમાં ફસાઈને મૃત્યુ પામ્યો ક્રૂ મેમ્બર જે વ્યક્તિનું મોત થયું છે તે શૂટિંગમાં ઉપયોગ કરાનારા જનરેટરની તપાસ અને ચલાવવાની જવાબદારી સંભાળતો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, રામુ જનરેટરમાં ઓઇલ ચેક કરી રહ્યો હતો ત્યારે તેનું મફલર ફસાયું હતું.જનરેટરમાં તેનું શરીર આવી જતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરી દેવાયો.

યુવકના પરિવારના સદસ્યોને આ મામલે જાણ કરવામાં આવી છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે હોટલના અધિકારીઓએ આવી કોઈપણ પ્રકારની ઘટના પોતાના પરિસરમાં બની હોવાથી ઈનકાર કરી દીધો.

કબીર સિંહ, સંયુક્ત રૂપે સિને 1 સ્ટુડિયો્ઝ અને ટી-સીરિઝ દ્વારા નિર્મિત વંગાની તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની રીમેક ફિલ્મ છે.

ફિલ્મ સંદીપ વાંગા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં કિયારા અડવાણી શાહિદ સાથે લીડ રોલમાં છે.