વડોદરા,
વડોદરાના નામાંકિત બિલ્ડરો માના એક મિહિર પંચાલની ફોર્ડ એન્ડેવર કારમાં સેવાસી ખાનપુર પાસે અચાનક આગ લાગી હતી અને આગે સમગ્ર કારને જોત જોતામાં ભરડામાં લઇ લીધી હતી.
જેમાં સ્થાનિક લોકોએ પાસે જ ચાલતા કન્સ્ટ્રકશન સાઈટ પરથી પાણીની પાઈપ લંબાવીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ તેઓ નિષ્ફળ ગયા હતા. ત્યારબાદ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
ફાયર ના જવાનો એ આગ ઓલવી દીધી હતી જોકે કારમાં માસના લોચા જેવું દેખાતા કોઈક સળગી ગયાની જાણ થઇ હતી.ત્યાર બાદ મિહિર પંચાલની ઓફીસના ચોકીદારે કારમાં માલિક મિહિર પંચાલ હોવાનું જણાવ્યું હતું.
જેને લઈને કારમાં સળગી ને બિલ્ડર મિહિર પંચાલનું મોત થયાનું બહાર આવ્યું હતું .પરિવારજનો નો આક્ષેપ છે કે મિહિર નું અકસ્માત મૃત્યુ નથી પણ હત્યા કરવામાં આવી છે.
ત્યારે જે રીતે કારમાં આગ લાગવાની ઘટના છે તે મામલે પણ અનેક તર્ક વિતર્કો સર્જાયા છે અને સવાલો પણ ઉભા થયા છે.જેમાં પ્રાથમિક દ્રષ્ટીએ કારમાં પાછળથી આગ લાગ્યાનું બહાર આવ્યું છે અને આગ શોર્ટ સર્કીટથી લાગી હોવાનું એફએસએલના અધિકારીઓ કહી રહ્યા છે.
એફએસએલની ટીમની સાથે મિહિર પંચાલના પરિવાર જનો અને તેના ખાસ મિત્ર પરેશ ધાનાણી પણ ઘટના સ્થળે પહોચ્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. વિપક્ષી નેતા પરેશ ધાનાણી એ મીડિયા સમક્ષ પોતાના મિત્ર ને ગુમાવ્યાનું દુખ પણ પ્રગટ કર્યું હતું.
સમગ્ર બનાવ મામલે સમગ્ર વડોદરા જીલ્લામાં એક જ વાતની ચર્ચા છે કે જે કાર મિહિર પંચાલે સુરક્ષાની દ્રષ્ટિએ ખરીદી હતી તેજ કાર તેમના માટે મોતનું કારણ બની હતી અને ખુદ કાર ઇન્સ્યુરન્સ ના અધિકારીઓ ધ્વારા પણ કાર માં આગ લગાડી હોવાનું મનાઈ રહ્યું છે.