Holi Festival 2024/ હોળી તહેવાર પર ચંદ્રગ્રહણને લઈને તહેવારની ઉજવણીમાં મૂંઝવણ, જાણો કયારે રમાશે હોળી અને કયારે થશે હોળિકા દહન

માર્ચ મહિના સાથે હોળીના તહેવારની ઉજવણીને લઈને લોકોમાં ઉત્સાહ હોય છે. આ વર્ષે હોળી પર થતા ચંદ્રગ્રહણના કારણે હોળીના તહેવારની ઉજવણી કરવાને લઈને લોકોમાં મૂંઝવણ છે.

India Trending Dharma & Bhakti Breaking News
Beginners guide to 74 2 હોળી તહેવાર પર ચંદ્રગ્રહણને લઈને તહેવારની ઉજવણીમાં મૂંઝવણ, જાણો કયારે રમાશે હોળી અને કયારે થશે હોળિકા દહન
  • 24 મી માર્ચે હોળિકા દહન (શુભ સમય બપોરે 11:13 થી 12:27 સુધીનો) કરાશે
  • 25 મી માર્ચે બીજા દિવસે રંગોની હોળી રમાશે

માર્ચ મહિના સાથે હોળીના તહેવારની ઉજવણીને લઈને લોકોમાં ઉત્સાહ હોય છે. આ વર્ષે હોળી પર થતા ચંદ્રગ્રહણના કારણે હોળીના તહેવારની ઉજવણી કરવાને લઈને લોકોમાં મૂંઝવણ છે. ગોરખનાથ મંદિરના મુખ્ય પૂજારી યોગી કમલનાથના જણાવ્યા મુજબ આ વર્ષે હોળી 24 અને 25 માર્ચે ઉજવવામાં આવશે. ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે હોલિકા દહન કરવામાં આવશે અને બીજા દિવસે રંગબેરંગી એવો ધૂળેટીના તહેવાર રમવામાં આવશે.

પંચાગ અનુસાર ફાલ્ગુન શુક્લ પૂર્ણિમા (24 માર્ચ) તિથિના દિવસે રાત્રે 10:27 વાગ્યાથી 00:27સુધીનો હોલિકા દહનનો શુભ સમય છે. કારણ કે આ દિવસે સવારે 9:24 થી 10:27 સુધી ભદ્રા હોવાથી આ સમયમાં હોલિકા દહન કરવાનું શુભ માનવામાં આવતું નથી. 24મી માર્ચે ભદ્રાનો સમયગાળો સાંજે 06:33 વાગ્યાથી 10:06 વાગ્યા સુધીનો છે. 25મી માર્ચે પ્રતિપદા તિથિના રોજ સૂર્યોદય બાદ દિવસભર હોળી અને વસંત ઉત્સવની ઉજવણી કરવામાં આવશે.

Holi 2024: આજ બરસાનામાં રમાશે લઠ્ઠમાર હોળી, જાણો આ પંરપરા ક્યારથી શરૂ થઇ - Gujarati News | Holi 2024 Lathmar Holi will be played in Barsana today, know when this tradition started -

હોળીના તહેવારની ઉજવણી બે દિવસ કરવામાં આવે છે. પહેલા દિવસે લોકો હોળી ભૂખ્યા રહી એકટાણું કરે છે. આ દિવસે સૂર્યાસ્ત પછી હોળિકા દહન કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ હોળિકા દહન વખતે પૂજા અને દર્શન કરી ઉપવાસ પૂર્ણ કરતા હોય છે. હોળીનો તહેવાર હંમેશા પૂર્ણિમા તિથિ પર ઉજવવામાં આવે છે. 24 માર્ચના રોજ પૂર્ણિમા તિથિ સવારે 09:54 વાગ્યે શરૂ થાય છે અને 25 માર્ચ, 2024ના રોજ સવારે 12:29 વાગ્યે સમાપ્ત થાય છે. એટલે આ વખતે અનેક સ્થાનો પર 24 માર્ચના રોજ હોળીનો ઉપવાસ કરાશે. 25 માર્ચના રોજ રંગોના તહેવાર એવા ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે.

હોળીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હોલિકોત્સવ સમિતિના નેજા હેઠળ ક્લોક ટાવરથી ભગવાન નરસિંહની શોભાયાત્રા ધામધૂમથી કાઢવામાં આવશે. સમગ્ર શહેરમાં ઉજવણી અને આનંદનો માહોલ જોવા મળશે. સમિતિના અધ્યક્ષ મનોજ જાલાનના જણાવ્યા અનુસાર, ગોરક્ષપીઠાધીશ્વર અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શોભાયાત્રામાં ભાગ લઈ શકે છે. તેને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરવામાં આવી રહી છે. યાત્રા દરમિયાન કાળા અને લીલા રંગના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.

ઉલ્લેખનીય છે કે હોળીના દિવસે આ વર્ષે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થવાનું છે. જોકે, મહત્વની વાત એ છે કે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. ચંદ્રગ્રહણ સ્પેન, અમેરિકા, જાપાન, રશિયાના અમુક ભાગોમાં, ઈટાલી, પોર્ટુગીઝમાં દેખાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજ્યમાં હીટવેવની ચેતવણી, નેતાઓને ગરમીમાં કરવો પડશે પ્રચાર

આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી

આ પણ વાંચોઃ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…