Maharastra/ કહેવામાં શું વાંધો છે ભાઇ – ફડણવીસે કહ્યું, એક દિવસ કરાચી પણ ભારતનો ભાગ હશે

કહેવામાં શું વાંધો છે…મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેમનો પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ‘અખંડ ભારત’માં વિશ્વાસ રાખે છે અને માટે જ કરાચી

Top Stories India Breaking News
devendra fadnavish કહેવામાં શું વાંધો છે ભાઇ - ફડણવીસે કહ્યું, એક દિવસ કરાચી પણ ભારતનો ભાગ હશે

કહેવામાં શું વાંધો છે…મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેમનો પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ‘અખંડ ભારત’માં વિશ્વાસ રાખે છે અને માટે જ કરાચી પણ એક દિવસ ભારતનો ભાગ બનશે. ફડણવીસ એક સવાલનો જવાબ આપી રહ્યા હતા, જેમાં શિવસેનાના નેતાએ કથિત રીતે બાંદ્રા વેસ્ટમાં કરાચી સ્વીટ્સની દુકાનના માલિકને કરાચી શબ્દ હટાવવા કહ્યું હતું. જો કે, વાત ધણી મોટી કહી દીધી છે. લાગણીની દ્રષ્ટીએ ચાલો એક દમ બરોબર છે, પરંતુ આંતરાષ્ટ્રીય નિયમોનો પણ કોઇ રોલ હોય છે. અને પાછા ફડનવીસ તો ખુદ એક મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 

શિવસેનાના નેતા નીતિન મધુકર નંદગાંવકરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કરાચી સ્વીટ્સની દુકાનના માલિકને દુકાનનું નામ બદલવાનું કહ્યું છે. વીડિયોમાં શિવસેનાના નેતા કહે છે કે, તમારે આ કરવાનું છે, અમે તમને સમય આપી રહ્યા છીએ.

નીતિન નાંદગાંવકરના નિવેદન પર શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, આ નિરર્થક માંગ છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે દુકાનનું નામ બદલવવાનુ કહેવું તે પાર્ટીનું સત્તાવાર વલણ નથી.

તેમણે ટ્વિટ કર્યું હતું કે, કરાચી બેકરી અને કરાચી સ્વીટ્સ છેલ્લા 60 વર્ષથી મુંબઈમાં છે. તેમને પાકિસ્તાન સાથે કોઈ લેવા દેવા નથી. હવે તેમને તેમના નામ બદલવા કહેવાનો કોઈ અર્થ નથી. કોઇ સત્તાવાર સ્ટેન્ડથી શિવસેના દ્વારા આવુ કહેવામાં આવ્યું નથી. 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….