Not Set/ અમેરિકાથી આવ્યા મોટા સમાચાર, કોરોના રસીનો બજારમાં આવવાની આવી આ તારીખ સામે

વિશ્વના ૨૦૦ જેટલા દેશોમાં કોરોનાનો કહેર પાછલા લાંબા સમયથી બેકાબૂ રીતે વરસી રહ્યો છે. વિશ્વભરમાં આ વાયરસને કારણે ૧૩.૮૦ લાખથી વધુનો ભોગ લેવાયો છે અને ૫.૮૧ કરોડ લોકો સંક્રમિત થયા છે.

Top Stories Health & Fitness World Breaking News
pizer vacine અમેરિકાથી આવ્યા મોટા સમાચાર, કોરોના રસીનો બજારમાં આવવાની આવી આ તારીખ સામે
  • અમેરિકાથી કોરોના વેક્સિન મુદ્દે મોટા સમાચાર
  • ડિસેમ્બરમાં કોરોના વેક્સિનની થઇ શકે જાહેરાત
  • 11-12 ડિસેમ્બરે વેક્સિનનો અપાઇ શકે પ્રથમ ડોઝ
  • વેક્સિન ઉપયોગ માટે FDAને કરાઇ અરજી
  • FDAની પરામર્શ સમિતિની 10 ડિસે.મળશે બેઠક
  • બેઠક બાદ થઇ શકે છે સત્તાવાર જાહેરાત

વિશ્વના ૨૦૦ જેટલા દેશોમાં કોરોનાનો કહેર પાછલા લાંબા સમયથી બેકાબૂ રીતે વરસી રહ્યો છે. વિશ્વભરમાં આ વાયરસને કારણે ૧૩.૮૦ લાખથી વધુનો ભોગ લેવાયો છે અને ૫.૮૧ કરોડ લોકો સંક્રમિત થયા છે. અમેરિકા આ વાયરસથી સૌથી વધુ પ્રભાવિત છે. USમાં ૨.૫૬ લાખથી વધુ લોકોને કોરોના ભરખી ગયો છે. તમામ કહીકતો વચ્ચે USમાંથી રસીકરણને લઇને મોટા સમાચાર આવ્યા છે.

વ્હાઇટ હાઉસે માહિતી આપી છે કે, અમેરિકામાં ૧૧ કે ૧૨ ડીસેમ્બરથી કોવિડ-૧૯ રસીકરણ કાર્યક્રમ શરૂ થઇ શકે છે. કોરોના મહામારીના કહેર વચ્ચે દુનિયાભરની નજર હવે તેની વેકસીન પર છે. કોરોનાની વેકસીન બનાવા માટે તમામ દેશો પ્રયત્ન કરી રહ્યાં છે. આ વચ્ચે વેકસીનને લઇને એક સૌથી મોટા સારા સમાચાર સામે આવ્યાં છે.

કોરોના મહામારીના કહેર વચ્ચે દુનિયાભરની નજર હવે તેની વેકસીન પર છે. કોરોનાની વેકસીન બનાવા માટે તમામ દેશો પ્રયત્ન કરી રહ્યાં છે. આ વચ્ચે વેકસીનને લઇને એક સૌથી મોટા સારા સમાચાર સામે આવ્યાં છે. અમેરિકામાં કોરોના વેકસીન કાર્યક્રમના પ્રમુખ, મોન્સેફ સલોઇએ કહ્યું છે કે અમેરિકામાં ૧૧/૧૨ ડિસેમ્બરથી કોરોના વાયરસની પહેલી વેકસીન બજારમાં ઉપયોગમાં લેવામાં આવી શકે છે.

ખરેખર તો કોરોના વેકસીન બનાવનારી અમેરિકાની દિગ્ગજ કંપની ફાઇજરએ US ફૂડ અને ડ્રગ એડમિનિસ્ટ્રેશનને એક અરજી સોંપી દીધી છે અને તેમાં વેકસીનના ઇમરજન્સી ઉપયોગ કરવાની મંજૂરી માગી છે. FDA વેકસીન સલાહકાર સમિતિ ૧૦ ડિસેમ્બરના રોજ મળનારી છે.

અમેરિકાની કંપની ફાઇઝરે કોરોના વાયરસ સામે ૯૫ ટકા પ્રભાવશાળી રસી વિકિસત કરી છે, અને કંપની આ રસી માટે અમેરિકાની સરકાર પાસે કટોકટીમાં તેનો ઉપયોગ કરવાની માગ કરી રહી છે. ફાઇઝરે કહ્યું કે કટોકટી ઉપયોગ પ્રક્રિયાને જલ્દી શરુ કરી શકે છે.

સીએનએન સાથેની વાતચીતમાં સલોઇએ કહ્યું કે જો આ બેઠકમાં મંજૂરી મળી જાય છે તો વેકસીન બીજા દિવસથી ઉપલબ્ધ થઇ શકે છે. સલોઇએ કહ્યું કે અમારુ લક્ષ્ય છે કે મંજૂરી મળવાના ૨૪ કલાકની અંદર જ વેકસીન તે જગ્યાએ પહોંચાડવી, જયાં રસીનું કામ હોય. એટલે મને આશા છે કે ૧૧ અથવા ૧૨ ડિસેમ્બર સુધીમાં એવુ થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ બુધવારે ફાઇઝરે કહ્યું હતું કે વેકસીનની પરીક્ષણોના અંતિમ પરિણામો સામે આવી ગયા છે. કોરોના વાયરસ વેકસીન ૯૫ ટકા અસરકારક રહી છે. અમેરિકામાં ફાઇઝર ૨૦ ડોલરનો એક ડોઝ એટલે કે રૂ.૧૫૦૦માં એક ડોઝ આપી રહેલ છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….