પ્રત્યાર્પણ/ મેહુલ ચોકસીને ભારત પાછો લાવવામાં આવશે,કાનૂની પ્રક્રીયા પૂર્ણ થઇ રહી છે : વિદેશ મંત્રાલય

મેહુલને પાછો લાવવા માટે તમામ પ્રયત્ન કરીશું

Top Stories
સસસસસસ મેહુલ ચોકસીને ભારત પાછો લાવવામાં આવશે,કાનૂની પ્રક્રીયા પૂર્ણ થઇ રહી છે : વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત તેના સંકલ્પ પર કાયમ છે કે ભાગેડુઓને દેશમાં પાછા લાવવાના અને છેતરપિંડી મામલામાં મોસ્ટ વોન્ટેડ ભાગેડુ મેહુલ ચોકસીને પાછા લાવવા માટે તમામ પ્રયત્ન ચાલુ રાખવામાં આવશે.વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ ડિજિટલ માધ્યમથી પ્રેસ વાર્તાલાપમાં  જણાવ્યું હતું કે મેહુલ ચોકસી હાલ ડોમિનિકાની હિરાસતમાં છે ત્યાં કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે. અમે અમારી બધા પ્રયત્નો ચાલુ રાખીશું અને મેહુલને ભારત પાછો લાવવામાં આવશે.

ચોક્સી તાજેતરમાં જ એન્ટિગુઆ અને બાર્બુડાથી ભાગી ગયો હતો અને 23 મેના રોજ ગેરકાયદેસર રીતે કેરેબિયન દેશમાં પ્રવેશ કરવા બદલ તેની ધરપકડ કરાઈ હતી. તેની વિરુદ્ધ ડોમિનિકામાં કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે. પંજાબ નેશનલ બેંક (પીએનબી) ના 13,500 કરોડના ફ્રોડ કેસમાં ચોક્સી વોન્ટેડ છે.વરિષ્ઠ વકીલ અને પ્રત્યાર્પણની બાબતોના નિષ્ણાંત ઉજ્જવલ નિકમે પણ ચોક્સીને જલ્દીથી ભારત લાવવાની આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે હાલમાં ડોમિનિકા કોર્ટમાં ચાલી રહેલી પ્રક્રિયામાં થોડો સમય લાગશે. આ પ્રક્રિયાઓ પૂર્ણ થતાં જ તેને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ જશે.ડોમિનિકાના મેજિસ્ટ્રેટે મેહુલ ચોક્સીને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. સ્થાનિક મીડિયામાં આ માહિતી આપવામાં આવી છે. ડોમિનીકા હાઇકોર્ટે ચોક્સીની હબિયસ કોર્પસ અરજીની સુનાવણી કરી રહ્યા છે.

ગુરુવારે, ચોક્સી એક વ્હીલચેરમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થયા હતા જ્યાં તેમને જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા. મેજિસ્ટ્રેટને કહેવામાં આવ્યું હતું કે ભારતમાં ચોક્સી વિરુદ્ધ છેતરપિંડીના 11 કેસ છે. એન્ટિગુઆમાં પ્રત્યાર્પણની કાર્યવાહી ચાલી રહી છે. આ સાથે, ઇન્ટરપોલે તેની શોધમાં રેડ કોર્નર નોટિસ ફટકારી છે. આ પછી મેજિસ્ટ્રેટે જામીન આપવાની ના પાડી અને કેસની સુનાવણી 14 જૂન સુધી મુલતવી રાખી.