Rajkot Murder/ રાજકોટમાં યુવાનની છડે ચોક હત્યા, પૈસાની લેતીદેતીમાં મામલો બીચક્યાની સંભાવના

આઝાદ ચોકમાં છડે ચોક ઇંડા લારીના સંચાલક યુવાનની હત્યા થઈ છે. છરીના ઘા ઝીંકી મુસ્લિમ યુવાનનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું છે.

Top Stories Gujarat Rajkot

રાજકોટઃ રાજકોટનું કોઈ ધણીધોરી રહ્યું લાગતું નથી. આઝાદ ચોકમાં છડે ચોક ઇંડા લારીના સંચાલક યુવાનની હત્યા થઈ છે. છરીના ઘા ઝીંકી મુસ્લિમ યુવાનનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું છે. મૃત્યુ પામેલા યુવાનનું નામ જુનેદ ઉર્ફે રીંકલ રમઝાનભાઈ કચરા છે. તેમની ઉંમર 30 વર્ષની છે અને તે નહેરુનગરના રહેવાસી છે. આ જોતા રાજકોટમાં હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે કોઈ દિવસ બાકી રહેશે નહી જ્યારે કોઈની હત્યા ન થાય.

આ હત્યા પૈસાની લેતીદેતીમાં થઈ હોવાની સંભાવના છે. હત્યાના પગલે ગાંધીગ્રામ પીઆઈ વસાવા, પીએસઆઇ ડોડિયા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઇંડાની લારી ચલાવતા જુનેદ ઉર્ફે રીંકલ અને તેના પિતા બંને રેંકડીએ હતા ત્યારે આરોપીઓ આવ્યા હતા અને જુનૈદ પર છરીના ઘા ઝીંક્યા છે. બનાવમાં મૃતકના પિતા રમઝાનભાઈને પણ સામાન્ય ઇજા થઈ છે. જુનૈદને અચેત અવસ્થામાં રીક્ષામાં સિવિલ હોસ્પિટલે લઈ જવાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. આરોપી અરબાઝ રૂસ્તમ શેખ, રિયાઝ સુમરા અને તેની સાથેના અજાણ્યા ઇસમો પણ હતા.

 

આ પણ વાંચોઃ Attack/ સીરિયન મિલિટરી એકેડમી પર મોટો ડ્રોન હુમલો, 100થી વધુ લોકોના મોત

આ પણ વાંચોઃ Navratri/ નવરાત્રીના નવ દિવસ પહેરો આ રંગના કપડાં, મા દુર્ગાના આશિર્વાદ મળશે

આ પણ વાંચોઃ કાશ્મીર/ જમ્મુ – કાશ્મીરના રાજૌરીમાં મેજરે સૈનિકો પર કર્યો ગોળીબાર, 6 જવાન ઇજાગ્રસ્ત