આણંદના લાંભવેલ પાસે આવેલી જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે વી પટેલ આંગડીયા પેઢીમાં લૂંટની ઘટના બની છે. આંગડીયા પેઢીના કર્મચારી પાસે થી અંદાજીત 46 લાખની લૂંટ કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા. જે અંગે પોલીસને જાણ કરતા પોલીસ નોકાફલો ઘટના સ્થળે આવી પહોચ્યો હતો. સીસીટીવીની મદદથી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
પ્રાપ્ત વિગત અનુસાર આંગડીયા પેઢીના પિતા અને પુત્ર ઘરેથી બાઇક પર આંગડીયા પેઢીની રોકડ લઇને નીકળ્યા હતા. ત્યારે બાઇક પર આવેલા અજાણ્યા લૂંટારૂઓએ બાઇક પરથી નાંણા ભરેલો થેલો લઈને ફરાર થઇ ગયા હતા. ઘટનાને પગલે જિલ્લા એલસીબી અને સ્થાનિક પોલીસ એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. પેટ્રોલ પંપ તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તેમજ જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
