Girsomnath News/ ગીર સોમનાથ સર્કિટ હાઉસનું સંચાલન ખાનગી કંપની પાસે

ગીરસોમનાથમાં સરકારે 30 કરોડના ખર્ચે બનાવેલા સર્કિટ હાઉસનું સંચાલન ખાનગી કંપનીને સોંપી દેવામાં આવ્યું છે. મેઇન્ટેનન્સનો ખર્ચો ન નીકળતા આ પગલું લેવામાં આવ્યું છે.

Gujarat Others Breaking News

Girsomnath News: ગીર-સોમનાથ સર્કિટ હાઉસનું સંચાલન હવે ખાનગી કંપનીને સોંપવામાં આવ્યું છે. આમ ગીર-સોમનાથના સર્કિટ હાઉસનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. ખાનગી કંપનીને સંચાલન સોંપવામાં આવતા રૂમનું ભાડુ પણ વધી ગયું છે. અગાઉ બે હજારથી 2,800 રુમ સુધી રૂમનું ભાડું લેવાતુ હતુ. હવે ખાનગી કંપનીને સર્કિટ હાઉસનું સંચાલન સોંપવામાં આવતા આ ભાડાંનો પ્રારંભ જ રૂ. 4,200થી થાય છે.

ગીર સોમનાથનું સર્કિટ હાઉસ 15 હજાર ચોરસ ફૂટમાં બનાવવામાં આવ્યું છે. આ સર્કિટ હાઉસ બનાવવા પાછળ 30 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ અંગે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સર્કિટ હાઉસના મેઇન્ટેનન્સનો ખર્ચ નીકળતો ન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેના કારણે તંત્ર પરનો બોજો ઓછો થશે તેમ માનવામાં આવે છે.

ઘણા લોકોનું કહેવું છે કે ગીર-સોમનાથના સર્કિટ હાઉસનું સંચાલન ખાનગી કંપનીને સોંપાયુ તે તો હજી પ્રારંભ જ છે. જો તેમા સફળતા મળી તો આગામી દિવસોમાં બીજા સર્કિટ હાઉસ પણ સંચાલન માટે ખાનગી કંપનીને સોંપવામાં આવી શકે છે. સરકાર હસ્તકના સર્કિટ હાઉસોના સંચાલન માટે આ નવી વ્યવસ્થા સંભવત પાયલોટ પ્રોજેક્ટ બની શકે છે. આગામી દિવસોમાં સર્કિટ હાઉસના સંચાલન માટેનું કદાચ આ નવું મોડેલ પણ બની શકે છે.


આ પણ વાંચો: Gir Somnath News/ગીર સોમનાથની ધરા ફરી એક વાર ધ્રુજી, ઊનામાં અનુભવાયા ભૂકંપના આંચકા

આ પણ વાંચો: ગીર સોમનાથમાં આરોગ્ય સાથે ચેડાં, તલાલામાં 16,000 લીટર 2 વર્ષ જૂનો ‘સડેલો’ કેરીનો રસ ઝડપાયો

આ પણ વાંચો: ગીરસોમનાથ RTO દ્વારા ફિટનેસ કેમ્પ બંધ: વાહન ચાલકોને ભારે હાલાકી, સરકાર સમક્ષ ફરી શરૂ કરવા માંગ