Not Set/ ‘બાબા કા ઢાબા’ નાં માલિકે Youtuber વિરુદ્ધ પોલીસમાં નોંધાવી ફરિયાદ

દક્ષિણ દિલ્હીનાં માલવીયા નગરમાં લોકપ્રિય ભોજનાલય ‘બાબા કા ઢાબા’ નાં માલિક કાંતા પ્રસાદે ઇન્સ્ટાગ્રામ પ્રભાવક અને યુટ્યુબર ગૌરવ વાસનનાં દાનનાં ભંડોળમાં ગેરરીતિની ફરિયાદ નોંધાવી છે.

India Trending
a 3 'બાબા કા ઢાબા' નાં માલિકે Youtuber વિરુદ્ધ પોલીસમાં નોંધાવી ફરિયાદ

દક્ષિણ દિલ્હીનાં માલવીયા નગરમાં લોકપ્રિય ભોજનાલય ‘બાબા કા ઢાબા’ નાં માલિક કાંતા પ્રસાદે ઇન્સ્ટાગ્રામ પ્રભાવક અને યુટ્યુબર ગૌરવ વાસનનાં દાનનાં ભંડોળમાં ગેરરીતિની ફરિયાદ નોંધાવી છે. પોલીસે રવિવારે આ માહિતી આપી હતી.

તાજેતરમાં જ ‘બાબા કા ઢાબા’નો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર થયા બાદ તે ફેમસ થઈ ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો, જેમાં તેમણે લોકડાઉન દરમિયાન દુકાન (બાબા કા ઢાબા) નાં નિષ્ફળતાને કારણે આર્થિક સંકટ પર પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું.  આપને જણાવી દઇએ કે, યુટ્યુબ બ્લોગર ગૌરવ વાસન, જેણે દિલ્હીનાં માલવીયા નગરમાં ઢાબા ચલાવતા વૃદ્ધ દંપતીનો વીડિયો પોસ્ટ કર્યો હતો. લોકોએ તેના પર ઓનલાઇન કૌભાંડનો આરોપ લગાવ્યા બાદ તેણે તેનું બેંક સ્ટેટમેન્ટ શેર કર્યું હતું.

આ પણ વાંચો : લાહોરનાં રસ્તા પર PM મોદી અને અભિનંદનનાં લાગ્યા પોસ્ટર, જાણો શું છે કારણ

જો કે નેટીઝન્સને હજી સુધી તેમના પર વિશ્વાસ નથી. ગૌરવે પોતાનું બેંક સ્ટેટમેન્ટ શેર કરવા માટે તેનું ફેસબુક ઓફિશિયલ પેજ સ્વાદ પર પોસ્ટ કર્યું હતું. ઢાબાનાં માલિક કાંતા પ્રસાદે ગૌરવ વાસન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે તેમણે મદદ માટે ઉભા કરેલા ભંડોળનો દુરૂપયોગ કર્યો હતો. છેતરપિંડી, ગુનાહિત કાવતરાનાં આરોપ પણ લગાવ્યા છે.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં 3.5 ની તીવ્રતાનો અનુભવાયો ભૂકંપનો આંચકો

પોલીસ સમક્ષની ફરિયાદમાં પ્રસાદે કહ્યું હતું કે, ગૌરવ વાસને તેનો વીડિયો શૂટ કર્યો હતો અને તેને ઓનલાઇન પોસ્ટ કર્યો હતો અને લોકોને સોશિયલ મીડિયા પર પૈસા આપવા અપીલ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, વાસને ઇરાદાપૂર્વક માત્ર તેમના અને તેમના પરિવાર/મિત્રોની બેંક વિગતો અને મોબાઇલ નંબર દાતાઓ સાથે શેર કર્યા હતા અને ફરિયાદીને કોઈ માહિતી આપ્યા વિના વિવિધ સ્વરૂપોની ચુકવણી દ્વારા મોટા પ્રમાણમાં દાન એકત્રિત કર્યું હતું.