Patan News : જમીન વેચાણની નોંધ મંજુર કરાવવા માટે એક વ્યક્તિ પાસેથી રૂ.30,000 ની લાંચ લેતા બે શખ્સોની એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ ધરપકડ કરી હતી.
આ બનાવની વિગત મુજબ આ કેસના ફરિયાદીના સંબંધીએ પોતાની જમીન વેચી હોવાથી આ જમીનની વેચાણ નોંધ મંજુર કરાવવી હતી. આ માટે સર્કલ ઓફિસર વતી રમેશ ડી.અખાણીએ રૂ.60,000 ની લાંચ માંગી હતી. જોકે ફરિયાદીએ આ અંગે એસીબીમાં ફરિયાદ નોંધાવતા અધિકારીઓએ હારીજ પાલિકા કોમ્પ્લેક્સ ખાતે ફરિયાદીની દુકાનમાં જાળ બિછાવી હતી.
જેમાં આરોપી રમેશ અખાણીએ ફરિયાદી સાથે વાતચીત કરી હતી. બાદમાં અન્ય આરોપી વિપુલ પી.પરમારે રૂ. 30,000ની લાંચ સ્વીકારતા અધિકારીઓના હાથે ઝડપાઈ ગયા હતા.
આ પણ વાંચો:અનંતનાગ-રાજૌરીમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 25 મેના રોજ થશે મતદાન, આજથી ચૂંટણી પ્રચાર સમાપ્ત
આ પણ વાંચો:પોલીસ કેજરીવાલના માતાપિતાની પૂછપરછ કરશે, બિભવ કુમારને આજે કોર્ટમાં રજૂ કરાશે
આ પણ વાંચો:દિલ્હીમાં ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ, તમામ પક્ષો પ્રચારમાં લગાવશે જોર