Not Set/ સાવધાન થર્ડ વેવ આવી રહી છે ભારતમાં , લોકોને કાળજી રાખવાની ખુબજ જરૂર

બ્યૂરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ   સેકન્ડ વેવમાં રાડ પડાવી દેનારા કોરોનાનો ત્રીજો વેવ પણ દેશના આંગણે આવીને ઉભો છે. પણ ટુરિસ્ટ સ્પોટમાં વધી રહેલી ભીડ અને સાથે જ ધાર્મિક કાર્યક્રમોમાં લેવાઈ રહેલી છૂટછાટ ચિંતા પેદા કરી રહી છે. ત્યારે હવે IMAએ ઉચ્ચારેલી ચેતવણીથી ચિંતામાં વધારો થયો છે. થર્ડ વેવની થ્રેટ!  ત્રીજા વેવ પર સૌથી મોટું […]

Top Stories India
NPYZ277YBJOOTNXSMKCGIJJKXI સાવધાન થર્ડ વેવ આવી રહી છે ભારતમાં , લોકોને કાળજી રાખવાની ખુબજ જરૂર

બ્યૂરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ

 

સેકન્ડ વેવમાં રાડ પડાવી દેનારા કોરોનાનો ત્રીજો વેવ પણ દેશના આંગણે આવીને ઉભો છે. પણ ટુરિસ્ટ સ્પોટમાં વધી રહેલી ભીડ અને સાથે જ ધાર્મિક કાર્યક્રમોમાં લેવાઈ રહેલી છૂટછાટ ચિંતા પેદા કરી રહી છે. ત્યારે હવે IMAએ ઉચ્ચારેલી ચેતવણીથી ચિંતામાં વધારો થયો છે.

થર્ડ વેવની થ્રેટ! 

ત્રીજા વેવ પર સૌથી મોટું ઈનપુટ!

IMAએ આપી દેશવાસીઓને ચેતવણી

અનલોકમાં બેદરકારી પડી શકે છે ભારે

IMAએ કહ્યું બસ, હવે થોભી જાઓ

નજીક છે ત્રીજો વેવ, જરા ચેતી જાઓ

 

થર્ડ વેવની દસ્તક વચ્ચે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને ચેતવણીના સૂરમાં કહ્યું છે કે દેશભરમાં ટુરિસ્ટ સ્પોટ પર થઇ રહેલી ભીડ ચિંતાજનક છે. IMAએ દેશમાં ધાર્મિક કાર્યક્રમોમાં થઈ રહેલી ભીડ અંગે પણ ચિંતા વ્યક્ત કરીને કહ્યું છે કે જો આપણે હમણાં ચેતીશું નહીં તો બહુ જલદી ત્રીજો વેવ આવી શકે છે. ત્રીજી લહેરને ટાળી શકાય એમ નથી. તે નજીક જ છે. દેશના કેટલાંક હિસ્સામાં જનતા અને સરકાર બંને બેદરકાર હોવાનું નિવેદન પણ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને આપ્યું છે. દેશની ઈકોનોમી માટે ટુરિઝમ સહિતની પ્રવૃત્તિઓ બહુ જ જરૂરી છે પરંતુ તેના માટે થોડી રાહ જોઈ શકાય છે. જો થર્ડ વેવ આવી ગયો તો પછી નાછૂટકે બધું જ બંધ કરવું પડશે એના કરતાં પહેલાં ચેતવું જરૂરી છે. IMAએ આગામી બે-ત્રણ મહિના ખુબ જ એલર્ટ રહેવાની જરૂર હોવાનું પણ કહ્યું.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશને સાથે એમ પણ ઉમેર્યું છે કે થર્ડ વેવ આવશે તે તો નિશ્ચિત છે પણ તેની અસરને ખૂબ ઓછી કરી શકાય છે જો પૂરતી માત્રામાં વેક્સિનેશન કરવામાં આવે. વ્યવસ્થિત વેક્સિનેશનથી થર્ડ વેવની અસર ઘણાં અંશે ઓછી થઈ જશે. વધુમાં વધુ લોકોએ વેક્સિન લઈ લેવી જોઈએ. આ તરફ સરકારે અનલોકમાં લેવાઈ રહેલી છૂટછાટ સામે ચેતવણી ઉચ્ચારી છે કે જો લોકો બેદરકારી બંધ નહીં કરે તો ફરીથી નિયંત્રણો લાદી દેવામાં આવશે. જો કે કમનસીબ બાબત એ છે કે સરકારની આવી વારંવારની ચેતવણી છતાં પણ હજુપણ દેશભરમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યાં છે. લોકો કોવિડ પ્રોટોકોલનું પાલન કરી રહ્યાં નથી. તેવામાં આવા બેદરકાર લોકોને કારણે જ બહુલક જનતાને હેરાન ન થવું પડે તો સારું.