kutch news/ રક્ષિત જમીનનું રક્ષણ કરવામાં તંત્ર નિષ્ફળ…?

કચ્છ(Kutch)ના  નાના રણમાં કાનમેર નજીક બનેલી ગોળીબારની ઘટનામાં ઇજા પામેલા એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ કેસની પોલીસ તપાસમાં ભાજપના ત્રણ નેતાઓના નામ ખૂલતા ચકચાર મચી ગઈ છે.

Gujarat Others
Beginners guide to 39 1 રક્ષિત જમીનનું રક્ષણ કરવામાં તંત્ર નિષ્ફળ...?

Kutch News: કચ્છ(Kutch)ના નાના રણમાં કાનમેર નજીક બનેલી ગોળીબારની ઘટનામાં ઇજા પામેલા એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ કેસની પોલીસ તપાસમાં ભાજપના ત્રણ નેતાઓના નામ ખૂલતા ચકચાર મચી ગઈ છે. ભાજપના ત્રણ નેતામાં એકની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના બે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસે આ બનાવમાં 17માંથી 16ની ધરપકડ કરી છે. તેમની પાસેથી ઘટનાનું રિકન્સ્ટ્રકશન પમ કરવામાં આવ્યું હતું.

ભચાઉના નરેન્દ્રદાન આર ગઢવી અને અશોકસિંહ ઝાલા તથા ગાંધીધામના દિલીપ અયાચીની સંડોવણી બહાર આવી છે. નરેન્દ્ર ગઢવીની ધરપકડ કરી લેવાઈ છે. અશોક ઝાલા અને દિલીપ અયાચી ભૂગર્ભમાં ઉતરી ગયા છે.નરેન્દ્ર ગઢવીની પત્ની હાલમાં પણ કચ્છ જિલ્લા પંચાયતમાં સભ્ય છે. અશોકસિંહ ભચાઉનો ભૂતપૂર્વ શહેર પ્રમુખ છે. તે કોંગ્રેસ અને ભાજપ બંનેમાં રહી ચૂકેલી છે. ગુનામાં ત્રણેયની ભૂમિકાની તપાસ જારી છે તેમ કહીને હાલમાં પોલીસે તેના અંગે કોઈ વિગતો આપવાનું મુનાસિબ સમજ્યું નથી.

આ સમગ્ર પ્રકરણ પાછળ ભૂતપૂર્વ ધારાસભ્યનો ભત્રીજો અને પાર્ટીનો યુવા નેતા તથા વાગડના એક જોરાવર ગણાતા નેતાનો પુત્ર બંને ભાગીદારીમાં જોધપર વાંઢથી કાનમેર વચ્ચે રણમાં મીઠાના ગેરકાયદે પાળા વાળવા ઘણા સમયથી પ્રયત્નો કરતાં હતા. આમ છતાં સામે પણ માથાભારે જૂથ હોવાથી તેમને સફળતા મળતી ન હતી. તેથી તેમણે પાળા વાળવાનું કામ અશોક અને દિલીપને સોંપ્યુ હતુ. અશોક અને દિલિપી મૃતક સહિતના લોકોની ગેરકાયદે લીધેલી જમીન પર પાળાના રખેવાળનું કામ સોંપ્યું હતું. બસ આ જ માથાકૂટમાં હુમલો થયો હતો. આ કેસમાં આગળ પણ મોટા ફણગા ફૂટી શકે તેમ માનવામાં આવે છે.

સોલ્ટ માફિયાઓ દ્વારા અભ્યારણની જમીનનું વેચાણ અને ભાડે આપવાનું કૌભાંડ…?

આ મામલે હાલ ચર્ચાઓ શરુ થઇ છે. જેમાં કહેવમાં આવી રહ્યું છે કે, કચ્છના ઘુડખર અભ્યારણની રક્ષિત સરકારી જમીન સોલ્ટ માફિયાઓ દ્વારા વેચાણ અથવા તો ભાડે આપવાનું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં લેનાર આ કાળા ધંધાને અટકાવવા લેન્ડ ગ્રેબિંગનો કાયદો ઘડનાર સરકાર પોતે લાચાર હોય તેવું લાગી રહ્યું છે. હાલ પોલીસ દ્વારા આ ગુનામાં કામગીરી હાથ ઘરી છે, પરંતુ રક્ષિત અભ્યારણમાં ફરિયાદીઓ દ્વારા ગેરકાયદે પેશ કદમી તેમ જ ઘાતક હથિયારો સાથે હુમલો કરવા અંગે બન્ને આરોપીઓને લઈને વનતંત્ર મૌન ધારણ કર્યું છે. લેન્ડ ગ્રેબિંગ એકત હેઠળ કાયદેસર કાર્યવાહી કરનાર મહેસૂલ તંત્ર પણ નિષ્ફળ હોય તેવું જોવા મળી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: યુવતીને બદનામ કરવાનો કેસ, ટેનિસ ખેલાડી માધવીનના જામીન નામંજૂર

આ પણ વાંચો: સુરતમાંથી ઝડપાયું નકલી નોટ છાપવાનું કારખાનું, નવ લાખની કિંમતની નકલી નોટો મળી

આ પણ વાંચો: ગરીબોની કસ્તુરીએ આંખમાંથી આંસુ પડાવ્યા, ગરમીના કારણે ડુંગળીના ભાવ વધ્યા