ગુજરાત/ ગરીબોની કસ્તુરીએ આંખમાંથી આંસુ પડાવ્યા, ગરમીના કારણે ડુંગળીના ભાવ વધ્યા

ગરીબોની કસ્તુરીએ આંખમાંથી આંસુ પડાવ્યા. ડુંગળીના ભાવ પર ગરમીની અસર જોવા મળી.

Top Stories Gujarat
Beginners guide to 2024 05 22T145525.769 ગરીબોની કસ્તુરીએ આંખમાંથી આંસુ પડાવ્યા, ગરમીના કારણે ડુંગળીના ભાવ વધ્યા

ગરીબોની કસ્તુરીએ આંખમાંથી આંસુ પડાવ્યા. ડુંગળીના ભાવ પર ગરમીની અસર જોવા મળી. સામાન્ય દિવસોમાં ડુંગળી 15 રૂપિયે કિલો મળતી હોય છે. તેની સામે અત્યારે ડૂંગળી 40 રૂપિયે કિલો મળવા લાગી છે. હાલમાં ગરમીમાં હિટ સ્ટ્રોકથી બચવા ઘરેલુ ઉપચારમાં ડુંગળીનો ઉપયોગ થાય છે. ત્યારે જરૂરિયાતના સમયે ડુંગળીના ભાવમાં ધરખમ વધારો થતા ગરીબોની કસ્તુરી મનાતી ડુંગળીએ લોકોની આંખમાં આંસુ લાવી દીધા.

હાલમાં ડુંગળી ઉપરાંત બટાટાની કિંમતમાં પણ ત્રણ ગણો વધારો થયો છે. મોટાભાગે ડુંગળી અને બટાકાના ભાવ એકસરખા રહેતા હોય છે. તેની સામે અત્યારે ડુંગળીની જેમ બટાકાના ભાવમાં પણ મોટો વધારો જોવા મળ્યો. 15 રૂ કિલો બટાકાના ભાવ પણ 40એ પહોંચ્યા. એવું માનવામાં આવે છે કે ગરમીને કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કચ્છથી રાજસ્થાનના બાડમેર સુધી 490 કિ.મી.નો જળમાર્ગ બનાવવામાં આવશે

આ પણ વાંચો: પૂણે પોર્શ કાર અકસ્માતના આરોપીના દાદાનું નામ છોટા રાજન સાથે જોડાયું, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો:અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી આપતો મેસેજ લખનાર યુવકની કરાઈ ધરપકડ