Interesting/ ભારતમાં છે એક આવી જગ્યા કે જ્યાં મહિલાઓ વર્ષમાં પાંચ દિવસ સુધી નથી પહેરતી કપડાં

આપણા દેશમાં અનેક પ્રકારની પરંપરાઓ અપનાવવામાં આવે છે. દરેક રાજ્યની પોતાની પરંપરા હોય છે. એવી ઘણી પરંપરાઓ છે કે જેને જાણીને તમને આશ્ચર્ય થશે….

Trending
1st 68 ભારતમાં છે એક આવી જગ્યા કે જ્યાં મહિલાઓ વર્ષમાં પાંચ દિવસ સુધી નથી પહેરતી કપડાં

આપણા દેશમાં અનેક પ્રકારની પરંપરાઓ અપનાવવામાં આવે છે. દરેક રાજ્યની પોતાની પરંપરા હોય છે. એવી ઘણી પરંપરાઓ છે કે જેને જાણીને તમને આશ્ચર્ય થશે. તમને સાંભળવું અજુગતું લાગશે, પરંતુ ભારતમાં એક એવી જગ્યા છે જ્યાં પરણિત મહિલાઓ 5 દિવસ સુધી કપડાં પહેરતી નથી. તે આ પાંચ દિવસ દરમિયાન કપડા વગર રહે છે. આ વર્ષોથી ચાલતું આવ્યું છે અને તે હજી પણ ચાલી રહ્યું છે.

1st 69 ભારતમાં છે એક આવી જગ્યા કે જ્યાં મહિલાઓ વર્ષમાં પાંચ દિવસ સુધી નથી પહેરતી કપડાં

અમે વાત કરી રહ્યા છીએ હિમાચલ પ્રદેશની મણિકર્ણ ખીણના પિની ગામની. જી હા, આ વાત સાચી છે કે આ ગામમાં વર્ષમાં 5 દિવસ મહિલાઓ કપડાં પહેરતી નથી. આ પરંપરાની વિશેષ બાબત એ છે કે તે આ સમયે પુરુષોની સામે આવતી નથી. સ્ત્રીનો પતિ પણ તેની પત્નીથી દૂર રહે છે. આ પરંપરા શ્રાવણ મહિનામાં અપનાવામાં આવે છે. પૂર્વજોના સમયથી આ પરંપરા ચાલતી આવી છે. માન્યતાઓ અનુસાર જો આ ગામમાં આજે કોઇ પણ સ્ત્રી આ પરંપરા નિભાવતી નથી તો એના ઘરમાં અશુભ થઇ જાય છે. આ કારણથી પરંપરા નિભાવવામાં આવે છે.

1st 70 ભારતમાં છે એક આવી જગ્યા કે જ્યાં મહિલાઓ વર્ષમાં પાંચ દિવસ સુધી નથી પહેરતી કપડાં

કેટલાક લોકોનું માનવું છે કે થોડાક વર્ષો પહેલા અહીંયા એક રાક્ષસ સુંદર કપડાં પહેરતી મહિલાઓને ઊઠાવીને લઇ જતો હત, જેનો અંત આ ગામના દેવતાઓએ કર્યો. એટલા માટે 5 દિવસ સુધી લોકો હસવાનું પણ બંધ કરી દે છે અને મહિલાઓ પોતાને સાંસારિક દુનિયાથી અલગ કરી દે છે. જો કે હવે નવી પેઢી આ પરંપરાને થોડીક અલગ રીતે નિભાવે છે. આજની મહિલાઓ આ 5 દિવસોમાં કપડાં બદલતી નથી અને ખૂબ જ પાતળા કપડા પહેરે છે.

લોકટક તળાવ વિશ્વનું એકમાત્ર તરતું તળાવ

રામનામી સમાજ – અહીં લોકો આખા શરીર પર રામનું નામ લખે છે

રેઈન્બો વેલી – માઉન્ટ એવરેસ્ટ,  એક ખુલ્લું કબ્રસ્તાન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો