Not Set/ હવાના પ્રદુષણની વચ્ચે દિલ્લીમાં મળી રહી છે પહાડોની શુદ્ધ હવા, કિમત વાંચીને ચોંકી જશો

દિલ્લીમાં હવાના પ્રદુષણમાં ઘટાડાને જગ્યાએ રોજ વધારો થતો જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા પ્રદુષણને ઓછુ કરવામાં માટે ઘણા પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે પરંતુ એર ક્વોલોટી ઇન્ડેક્સ હજુ પણ ખતરનાક શ્રેણી બતાવી રહી છે. દિલ્લીના હવાના પ્રદુષણથી બચવા માટે એક નવો જુગાડ સામે આવ્યો છે. દિલ્લીમાં શુદ્ધ અને તાજી પહાડી વિસ્તારની હવા મળી […]

Top Stories India Trending
71LoXniuZLL. SL1500 હવાના પ્રદુષણની વચ્ચે દિલ્લીમાં મળી રહી છે પહાડોની શુદ્ધ હવા, કિમત વાંચીને ચોંકી જશો

દિલ્લીમાં હવાના પ્રદુષણમાં ઘટાડાને જગ્યાએ રોજ વધારો થતો જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા પ્રદુષણને ઓછુ કરવામાં માટે ઘણા પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે પરંતુ એર ક્વોલોટી ઇન્ડેક્સ હજુ પણ ખતરનાક શ્રેણી બતાવી રહી છે. દિલ્લીના હવાના પ્રદુષણથી બચવા માટે એક નવો જુગાડ સામે આવ્યો છે. દિલ્લીમાં શુદ્ધ અને તાજી પહાડી વિસ્તારની હવા મળી રહી છે.

પરંતુ આ હવા માટે તમારે રૂપિયા પણ ચોક્કસથી ખર્ચવા પડશે.

ઘણી એવી કંપનીઓ છે કે જેઓ શુદ્ધ હવા વહેંચી રહ્યા છે. જેને લઈને તમને ઓનલાઈન ઓર્ડર પણ આપીને પોતાના ઘરે પણ મંગાવી શકો છો.

Image result for pure himalaya air

માત્ર વિદેશી જ નહી પરંતુ ઘણી સ્થાનિક કંપનીઓ પણ આ પ્રકારનું વેંચાણ કરી રહી છે. અત્યાર સુધી આ પ્રકારની હવા ઓનલાઈન જ ઉપલબ્ધ છે પણ ટૂંક જ સમયમાં કંપની આ હવાનું વેંચાણ માર્કેટમાં કરવાનું વિચારી રહી છે.

ભારતની એક કંપની ઉત્તરાખંડના પહાડોની હવાની વેંચાણ કરી રહી છે. કંપનીએ ૧૦ લીટર હવાની કિંમત ૫૫૦ રૂપિયા રાખી છે જેમાંથી તમે ૧૬૦ વખત હવા લઇ શકો છો. કંપની ઉત્તરાખંડની ચમોલીની હવા વેંચી રહ્યું છે. એમેઝોન પરથી તમે ખરીદી શકો છો.

તો બીજી તરફ ઓસ્ટ્રેલીયાની એક કંપની બે સાઈઝમાં હવાની બોટલને લોન્ચ કરી છે. જેમાં ૭.૫ લીટર બોટલની કિંમત ૧૪૯૯ રૂપિયા જયારે ૧૫ લીટર શુદ્ધ હવા ધરાવતી હવાની કિંમત ૧૯૯૯ રૂપિયા છે.

શુદ્ધ હવા વિશે વાંચ્યા પછી તમને એક પ્રશ્ન ચોક્કાથી થશે કે આ હવા લેવાની કેવી રીતે. તો તમને જણાવી દઈએ કે આ બોટલની જોડે એક પંપ આપવામાં આવી રહ્યો છે. જે એક માસ્કની જેમ છે. આ માસ્કને તમારા મોઢા પર પહેરીને તમે આરામથી પંપ દ્વારા શુદ્ધ હવાને શ્વાસમાં લઇ શકો છો.