RBI/ શાહુકારી વ્યાજ વસૂલતા ડિજિટલ લોન એપ્સ પર રિઝર્વ બેન્કની તવાઈ

રિઝર્વ બેન્કે આડેધડ અને જંગી વ્યાજ  વસૂલનારાઓ સામે તવાઈ બોલાવી છે. ડિજિટલ પ્લેટફોર્મ પર આડેધડ વ્યાજ વસૂલતી એપ્સનું હવે આવી બન્યું છે. રિઝર્વ બેન્કની નવી સુધારેલી માર્ગદર્શિકા મુજબ ડિજિટલ પ્લેટફોર્મ વધારે વ્યાજ લઈ શકશે નહી.

India

રિઝર્વ બેન્કે આડેધડ અને જંગી વ્યાજ  વસૂલનારાઓ સામે તવાઈ બોલાવી છે. ડિજિટલ પ્લેટફોર્મ પર આડેધડ વ્યાજ વસૂલતી એપ્સનું હવે આવી બન્યું છે. રિઝર્વ બેન્કની નવી સુધારેલી માર્ગદર્શિકા મુજબ ડિજિટલ પ્લેટફોર્મ વધારે વ્યાજ લઈ શકશે નહી. રિઝર્વ બેન્કની સુધારેલી માર્ગદર્શિકાનો અમલ પહેલી ડિસેમ્બરથી શરૂ થઈ ગયો છે. રિઝર્વ બેન્કની સુધારેલી માર્ગદર્શિકા પહેલી ડિસેમ્બરના રોજ ગુરુવારથી લાગુ પડી ગઈ છે. આ નિયમ બીજી સપ્ટેમ્બર પહેલા લીધેલી ડિજિટલ લોન પર જ લાગુ થશે.

આના લીધે ડિજિટલ પ્લેટફોર્મ પર બીટુબીમાં જંગી વ્યાજ વસૂલતા એપ્સ પર તવાઈ આવી છે. રિઝર્વ બેન્કે ઊંચું નાણાકીય વ્યાજ વસૂલતી સંસ્થાઓને 30 નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો. નવા ધારાધોરણો હેઠળ લોનની વહેંચણી અને વસૂલાતની સમગ્ર પ્રક્રિયા ઉધાર લેનારના બેન્ક ખાતાઓ અને નિયમન કરેલી સંસ્થાઓ વચ્ચે જ હાથ ધરવામાં આવશે. આ માટે લોન સર્વિસ પ્રોવાઇડર્સને કોઈપણ પૂલ એકાઉન્ટ્સનો ઉપોગ કરી શકાતો નથી.

લોન ધિરાણ આપવાની પ્રક્રિયામાં ચૂકવવાપાત્ર ફી અને ખર્ચાની વસૂલાત સીધી બેન્ક અને એનબીએફસી કરશે. તેને ઉધાર લેનાર પાસેથી વસૂલાશે નહી. ઓનલાઇન ધિરાણ કરનારા પ્લેટફોર્મ પર વધુ વ્યાજ અને દેવાની વસૂલાત માટે વપરાશકારો સાથે દુર્વ્યવહારની ઘણી ફરિયાદો મળતા રિઝર્વ બેન્કે પહેલી વખત ઓગસ્ટમાં દિશાનિર્દેશ જારી કર્યા હતા. નવા નિર્દેશ નવા ગ્રાહકો માટે પણ લાગુ પડશે. આ અંગે એન્ડ્રોમીડા લોન્સના કાર્યકારી ચેરમેન વી સ્વામીનાથને જણાવ્યું હતું કે કોરોના પછી ડિજિટલ લેણુ લેવાનો દર વધી જતા આ વ્યવસ્થા જરૂરી હતી. નવા નિયમો મુજબ ગ્રાહક અને નાણાકીય સંસ્થાઓની વચ્ચે ઉપલબ્ધ ડેટા અને પર્સનલ જાણકારી ખાનગી રાખવામાં મદદ મળશે.

આ પણ વાંચોઃ

વંદે ભારત ટ્રેન/છત્તીસગઢના બિલાસપુરથી મહારાષ્ટ્રના નાગપુર વચ્ચે દોડશે છઠ્ઠી વંદે ભારત ટ્રેન

PM Modi/PM Modiએ G20 સમિટ માટે સૂચનો મેળવવા સર્વપક્ષીય બેઠક બોલાવી