ram mandir/ અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે 15 જાન્યુઆરીથી જનસંપર્ક, લોકભાગીદારી માટે 12 લાખ કુપન તૈયાર

વર્ષો બાદ રામલલાની જગ્યા પર તેની મૂળ ભૂમિમાં વિશાળ રામ મંદિર બનવા જઈ રહ્યું છે.અયોધ્યાનું આ રામમંદિર એક જનસંપર્ક કાર્યક્રમ મારફતે દેશની સામાન્ય પ્રજા પાસેથી ઘરેલું ભંડોળ એકત્રિત

Top Stories India
ayodhya

વર્ષો બાદ રામલલાની જગ્યા પર તેની મૂળ ભૂમિમાં વિશાળ રામ મંદિર બનવા જઈ રહ્યું છે.અયોધ્યાનું આ રામમંદિર એક જનસંપર્ક કાર્યક્રમ મારફતે દેશની સામાન્ય પ્રજા પાસેથી ઘરેલું ભંડોળ એકત્રિત કરી અને બનાવવામાં આવશે, જેનું મુખ્ય કારણ એ છે રામ મંદિર ટ્રસ્ટ પાસે વિદેશથી દાન સ્વીકારવા માટે જરૂરી મંજૂરી નથી. મંદિરની બાજુના બિલ્ડિંગને બાંધવા માટે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી ફંડનો ઉપયોગ થઇ શકે છે, એવી માહિતી ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે આપી હતી.

Whose Culture is Richer? - Kreately

દેશના કરોડો નાગરિકોની આસ્થાના પ્રતિક સમાન રામમંદિર ખરેખર રાષ્ટ્ર મંદિરનું સ્થાન લેશે એવી સંભાવના તેમણે વ્યક્ત કરી હતી. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર મંદિરના નિમર્ણિ માટે દેશભરમાં જનસંપર્ક અને જેને જનતાના યોગદાનના અભિયાનની શરૂઆત કરવા જઇ રહ્યા છે.આ અભિયાનની શરૂઆત કમુરતા ઉતરતા જ એટલે કે 15મી જાન્યુઆરીથી કરવામાં આવશે.

Ayodhya Verdict: Before Ram Mandir, This Historic Temple Was Built By  Govt-Appointed Trust - News Nation English

 

આ બધી સત્તાવાર જાહેરાત તેઓએ મ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કરી હતી. તેમણે કહ્યું હતું કે મંદિરના સૂચિત નવા મોડેલની તસવીરો પણ આ અભિયાન દ્વારા કરોડો ઘર સુધી પહોંચશે. રામભક્તો પાસેથી સ્વૈચ્છિક દાન પણ લેવામાં આવશે અને એ માટે 10, 100 અને 1,000 રૂપિયાની કુપન પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આર્થિક વ્યવહારોમાં પારદર્શિતા લાવવા માટે ટ્રસ્ટે 10 રૂપિયાની 4 કરોડ કુપન, 100 રૂપિયાની 8 કરોડ કુપન અને 1,000 રૂપિયાની 12 લાખ કુપન છાપી છે.જોકે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મંદિર નિર્માણ માટે ખર્ચનો અંદાજ મૂકાયો નથી કે કેટલું ભંડોળ ભેગું કરવામાં આવશે એવું લક્ષ્ય રાખવામાં આવ્યું નથી, એવી સ્પષ્ટતા રાજ્યે કરી હતી.

The Man Who Measured Land With His Feet Awaits Construction Of Ram Mandir  In Ayodhya He Designed

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…