Morbi/ મોરબી રવાપર ગ્રામપંચાયતની મિટિંગમાં ગયેલા લોકોને કઢાયા બહાર, આ છે મુખ્ય કારણ

મોરબીના રવાપર ગામે રહેતા વિનોદભાઈ દેવજીભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૪ ના રોજ રવાપર ગ્રામ પંચાયતના પટ્ટાવાળા રીયાઝ કાસમ ગ્રામ પંચાયતની એજન્ડાની મીટીંગની જાણ કરવા આવ્યા હતા.

Gujarat Others
a 272 મોરબી રવાપર ગ્રામપંચાયતની મિટિંગમાં ગયેલા લોકોને કઢાયા બહાર, આ છે મુખ્ય કારણ

@રવિ નિમાવત, મંતવ્ય ન્યૂઝ – મોરબી 

મોરબીના રવાપર ગ્રામ પંચાયતની ઓફિસે મીટીંગમાં ગયેલ યુવાનને મહિલા સરપંચના પતિ, તલાટી મંત્રી સહિતના લોકોએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ઓફીસ બહાર કાઢ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મોરબીના રવાપર ગામે રહેતા વિનોદભાઈ દેવજીભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૪ ના રોજ રવાપર ગ્રામ પંચાયતના પટ્ટાવાળા રીયાઝ કાસમ ગ્રામ પંચાયતની એજન્ડાની મીટીંગની જાણ કરવા આવ્યા હતા જેથી તા. ૧૬ ના રોજ સાંજે તે મીટીંગમાં હાજર રહેવા ગ્રામ પંચાયત ઓફીસ ગયા હતા ત્યારે રવાપર ગ્રામ પંચાયતના સરપંચ રમાબેનના પતિ સંજયભાઈ ધરમશીભાઈ અઘારા, સભ્ય ભારતીબેનના પતિ ભીખાભાઈ જારીયા અને રવાપર ગામના તલાટી મંત્રી ડી સી ઝાલરીયાને મીટીંગમાં જોઇને તલાટી મંત્રીને કહેલ કે સરપંચના પતિ હાજર છે તેમના પત્ની ચૂંટાયેલ છે તેઓ કેમ હાજર નથી.

તેમજ ચૂંટાયેલ સભ્ય ભારતીબેન હાજર નથી તેના પતિ હાજર છે તેમ કહી વાંધો લેતા તલાટી મંત્રીએ ગાળો આપી તું કાઈ બોલમાં કહયું હતું અને મહિલા સરપંચના પતિ સંજયભાઈ અઘારાએ કોઈ વાંધો લઈશ નહિ કહીને ભીખાભાઈ જારીયાએ કાઠલો પકડી ધસડીને ગ્રામ પંચાયત ઓફીસ બહાર કાઢી ગાળો આપી હતી અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દારૂનું કટીંગ કર્યાની શંકાથી પોલીસે યુવાનને ઢોર માર મર્યાનો આક્ષેપ

રાજકોટમાં BJP ના પૂર્વ કોર્પોરેટર ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપાયા

ડિસામાં બે દિવસથી ઘુમ થયેલા યુવકનો મૃતદેહ ટાંકીમાંથી મળતા મચ્યો ખળભળાટ

ચોટીલામાં શિક્ષણ ક્ષેત્રે ઈનોવેટિવ કામ કરનારા શિક્ષકોની પડખે સરકાર, અપાયું ખાસ પ્રોત્સાહન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…