કાર્યવાહી/ દાહોદમાં બાળ તસ્કરીના આંતર રાજ્ય ગેંગનો પર્દાફાશ, બાળકોને ઉઠાવી મંગાવતા હતા ભીખ

દાહોદ પોલીસે આંતરરાજ્ય હ્યુમન ટ્રાફિકિંગમાં સંડોવાયેલી દંપતીને ઝડપી પાડી છે તેમજ આ બન્ને પતી પત્ની પાસેથી બે બાળકી તેમજ એક બાળક મળી કુલ 3 બાળકો મળી આવ્યા છે

Top Stories Gujarat Others
Untitled 56 5 દાહોદમાં બાળ તસ્કરીના આંતર રાજ્ય ગેંગનો પર્દાફાશ, બાળકોને ઉઠાવી મંગાવતા હતા ભીખ

દાહોદ પોલીસે આંતરરાજ્ય હ્યુમન ટ્રાફિકિંગમાં સંડોવાયેલી દંપતીને ઝડપી પાડી છે તેમજ આ બન્ને પતી પત્ની પાસેથી બે બાળકી તેમજ એક બાળક મળી કુલ 3 બાળકો મળી આવ્યા છે ઉપરોક્ત પકડાયેલા દંપતીએ નોર્થ ઇસ્ટમાંથી એક બાળકી એક દિલ્હીમાંથી તેમજ એક રાજસ્થાનના ભીલવાડા માંથી એમ મળી કુલ 3 બાળકો મળી આવતા દાહોદ પોલીસ દ્રારા હાથ ધરવામાં આવેલી પૂછપરછમાં ચોકાવનારા ખુલાસા થયા છે જેમાં રાજસ્થાનના શિખર જિલ્લાના રીંગસનો નરેન્દ્ર સીંગ માનસિંગ રાવત તેમજ ગીતા ઉર્ફે નસીમા હજીમાં રહેમાન કે જેઓ પતી પત્ની તરીકે રહી હ્યુમન ટ્રાફિકિંગમાં એટલેકે નાના બાળકોની ઉઠાણતરી કરી તેઓની પાસે ભીખ મંગાવવાની વૃત્તિ કરતા હોવાનું સામે આવ્યું છે.

પકડાયેલા દંપતીએ નોર્થ ઇસ્ટ માંથી એક બાળકીની ઉઠાણતરી કરી હતી તો બીજા બાળકની અઢી વર્ષ પૂર્વે દિલ્હી ખાતેથી ઉઠાણતરી કરી હતી ત્યારે ત્રીજી બાળકીની ગત તારીખ 27  જુલાઈના રોજ ભીલવાડા ખાતે રેલ્વે સ્ટેશન ઉપર બાળકીના માતા પિતાને ચીક્કાર દારૂ પીવડાવી બાળકીની ઉઠાણતરી કરી ભાગી ગયા હતા ઉપરોક્ત પકડાયેલા દંપતીએ આ ત્રણેય બાળકોને લઈ જુદા જુદા શહેરોમાં ભીખ માંગવાની વૃત્તિ કરતા હતા તેઓ ગઈ કાલે દાહોદ ખાતે આવ્યા હતા અને અમદાવાદ ખાતે જવા રવાના થાય તે પહેલાજ રાજસ્થાનની ભીલવાડા પોલીસ દ્રારા જારી કરાયેલા સીસીટીવી ફૂટેજ તેમજ અત્રેના સીસીટીવી ફૂટેજના આધારે પકડી લીધા છે.

પોલીસે પકડાયેલા ત્રણેય બાળકોના માતા પિતાની શોધખોળ આદરી છે જેમાં ત્રણ પૈકી બે બાળકોના માતા પિતાની જાણકારી મળી જતા તેમનો સંપર્ક પોલીસ દ્રારા કરાયો છે અને એક બાળકી નોર્થ ઇસ્ટમાંથી અથવા નેપાળની હોવાની આશંકાએ પોલીસે આ મામલે તપાસનો દોર લાંબાવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે હ્યુમન ટ્રાફિકીંગમાં સંડોવાયેલા આ પતી પત્ની આ અગાઉ પાસેના એક બાળકને રતલામ ખાતેથી ઝડપાય ગયો હતો અને તેને ચાઈલ્ડ વેલ્ફેરને સોંપવામાં આવ્યો હતો પરંતુ ભેજાબાજ ઈસમે બનાવટી ડોક્યુમેન્ટના આધારે આ બાળકને પાછો છોડાવી લીધો હતો.

પોલીસે ઉપરોક્ત દંપત્તિએ બનાવટી દસ્તાવેજો બનાવ્યા હોય તે દિશામાં પણ તપાસ આદરી છે ત્યારે ત્રણ બાળકોના અપહરણ કરી અને ભીખ મંગાવવાની પ્રવુતિ કરાવનાર દંપતી તેમજ ત્રણ બાળકોને પોલીસે કબ્જે લીધા છે જેમાંથી એક બાળકીને રાજસ્થાન પોલીસને સોંપવામાં આવી હતી અને અન્ય બાળકોના જનેતા વિશે પોલીસે તપાસનો દોર લંબાવી દંપતીને જેલ ભેગા કર્યા છે.

આ પણ વાંચો:ગુજરાતમાં દારૂ અને બિયર મોલતા બે બુટલેગરોની ધરપકડ

આ પણ વાંચો:7 ધોરણ ભણેલા સુરતના 64 વર્ષના વ્યક્તિએ હોલીવુડ મુવીમાં હોય તેવી યુનિક ઇલેક્ટ્રિક રિંગ બાઈક બનાવી, જાણો વધુ

આ પણ વાંચો:ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ

આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!