Not Set/ પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબાને પુત્રીની માંગ પર શ્રીનગરમાં જ અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપી નેતા મહેબૂબા મુફ્તીને સરકારી નિવાસમાં ખસેડવામાં આવ્યા છે. આ પહેલા મહેબૂબા શ્રીનગરના ચશ્મા શાહી ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા હતા. મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલતીજાએ ઠંડીને કારણે પૂર્વ મુખ્યમંત્રી અને માતા ને અન્ય સ્થળે ખસેડવાની માંગ કરી હતી. તેમની માંગ સ્વીકારી લેવામાં આવી છે. મહેબૂબા મુફ્તીને ચશ્મ શાહી ગેસ્ટ હાઉસથી લાલચોક […]

Top Stories India
mehbuba પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબાને પુત્રીની માંગ પર શ્રીનગરમાં જ અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપી નેતા મહેબૂબા મુફ્તીને સરકારી નિવાસમાં ખસેડવામાં આવ્યા છે. આ પહેલા મહેબૂબા શ્રીનગરના ચશ્મા શાહી ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા હતા.

મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલતીજાએ ઠંડીને કારણે પૂર્વ મુખ્યમંત્રી અને માતા ને અન્ય સ્થળે ખસેડવાની માંગ કરી હતી. તેમની માંગ સ્વીકારી લેવામાં આવી છે. મહેબૂબા મુફ્તીને ચશ્મ શાહી ગેસ્ટ હાઉસથી લાલચોક વિસ્તારમાં ખસેડવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે શિયાળાની શરૂઆત થઇ ચુકી છે, અને ખીણમાં ઠંડીનો ભરાવો થતાં રાજ્યના વહીવટીતંત્રે જમ્મુમાં યોગ્ય સ્થળે શિફ્ટ કરવાની દરખાસ્ત પર ગંભીરતાથી વિચારણા કરી હતી. પીડીપીના નેતા મહેબૂબા મુફ્તીને શિફ્ટ કર્યા બાદ હવે પીપલ્સ કોન્ફરન્સના અધ્યક્ષ સજ્જાદ ગની લોનને પણ જમ્મુ લાવવામાં આવી શકે છે, જ્યારે 34 અન્ય નેતાઓમાંથી મોટાભાગના શેરો-એ-કાશ્મીર આંતરરાષ્ટ્રીય કન્વેશન સેન્ટર સંકુલમાં સ્થિત સેન્ટૌર હોટેલમાં રાખવામાં આવ્યા છે. જેમાંથી કેટલાક ને શ્રીનગરમાં અથવા સોનવરની આજુબાજુની કોઈ ખાનગી હોટલમાં શિફ્ટ કરશે કેટલાક ને મુક્તિ પણ આપવની યોજના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.