Energy crises/ ગુજરાત પાવર સરપ્લસ સ્ટેટ હોવાનો દાવો પોકળ

ગુજરાત પાવર સરપ્લસ સ્ટેટ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ વાસ્તવિકતા તો તેનાથી તદ્દન વિપરીત છે. રાજ્ય સરકારને 20 હજાર મેગાવોટ જેટલી નાગરિકોને પૂરી પાડવા માટે ફાંફા પડી ગયા છે.

Gandhinagar Top Stories Gujarat
YouTube Thumbnail 2023 11 12T115116.793 ગુજરાત પાવર સરપ્લસ સ્ટેટ હોવાનો દાવો પોકળ

ગાંધીનગરઃ ગુજરાત પાવર સરપ્લસ સ્ટેટ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ વાસ્તવિકતા તો તેનાથી તદ્દન વિપરીત છે. રાજ્ય સરકારને 20 હજાર મેગાવોટ જેટલી નાગરિકોને પૂરી પાડવા માટે ફાંફા પડી ગયા છે. તેની પાછળનું કારણ એવું મનાય છે કે રાજ્ય સરકાર વિન્ડ અને સોલર એકમોમાંથી મોટાપાયે વીજળી મેળવવાનો દાવો કરે છ પણ વાસ્તવિકતા તદ્દન વિપરીત । કુલ 15,628 મેગાવોટની રીન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતામાંથી માંડ 30 ટકા વીજળી મળી રહી છે.

પવન ઉર્જામાંથી 7,550 મેગાવોટ ક્ષમતામાંથી 200 મેગાવોટ અને 7,938 મેગાવોટ ક્ષમતાવાળા સોલર એકમમાંથી માંડ ચાર હજાર મેગાવોટ વીજળી મળી રહી છે. આમ કુલ 15,628 મેગોવાટ વીજળીમાંથી માંડ સાડા ચાર હજાર મેગાવોટ વીજળી મળી રહી છે.

સરકારી વીજ ઉત્પાદન કંપની જીસેક હેઠળ 9730 મેગાવોટના ગેસ આધારિત મથકો અને 547 મેગાવોટ ક્ષમતાના હાઇડ્રોમથકો ઘણા સમયથી ઠપ્પ છે. જ્યારે કોલસા અને લિગ્નાઇટ આધારિત મથકોમાંથી અંદાજે ત્રણ હજાર મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. જ્યારે કોલસા આધારિત 4,501 મેગાવોટ ક્ષમતાના એકમોમાંથી 2,625 મેગાવોટ વીજળી પેદા થઈ રહી છે. ભાવનગરના લિગ્નાઇટ આધારિત વીજમથકોમાં ટેકનિકલ સમસ્યાના લીધે ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે.

હાલમાં સરકાર 13 હજાર મેગાવોટ કરતા વધુ વીજળી ખાનગી એકમોમાંથી મેળવે છે. એનટીપીસી તથા ન્યુક્લિયર એનર્જી એકમોમાંથી 7,500 મેગાવોટ અને ખાનગી એકમો પાસેથી 5,500 મેગાવોટ વીજળી રાજ્યને મળી રહી છે. આ સૂત્રોનું કહેવું છે કે વિન્ડ ને સોલર એકમોમાંથી વધારે વીજળી મેળવવી હોય તો સ્ટોરેજ સગવડ ઊભી કરવી પડે અને એ ઊભી કરવામાં ઓછામાં ઓછા હજા દસ વર્ષ નીકળી જશે.  હાલમાં સરકારને આટલી વીજળી મેળવવા છતાં પણ ઘટ પડવાના લીધે પાવર એક્સ્ચેન્જમાંથી દર મહિને 500થી 600 મેગાવોટ વીજળી ચાર રૂપિયાની આસપાસના ભાવે ખરીદવી પડી રહી છે. આ બતાવે છે કે પાવર સરપ્લસ સ્ટેટ હોવાનો દાવો કરવો જુદી વાત છે અને પાવર સરપ્લસ સ્ટેટ સતત રહેવું તે જુદી વાત છે.


આ પણ વાંચોઃ Diwali 2023/ PM મોદી હિમાચલ પ્રદેશ પહોંચ્યા, લેપ્ચામાં સૈનિકો સાથે મનાવશે દિવાળી

આ પણ વાંચોઃ Gir Somnath District/ ‘મારે અને મારા પરિવારને જાનનું જોખમ છે’ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ધમકી મળ્યાની નોંધાવી ફરિયાદ

આ પણ વાંચોઃ Surat Accident/ સુરતમાં બારડોલી નજીક જીવલેણ અકસ્માતઃ છના મોત