અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા 35 વર્ષના Organ Donation રસિકભાઇ કબીરાનું સાતમી જુલાઇના રોજ બ્લડપ્રેશર એકાએક વધી જવાથી ઇન્ટ્રાવેન્ટ્રીક્યુલર હેમરેજ(IVH) એટલે કે બ્રેઇનહેમરેજ થયું. પરિવારજનો ચિંતીત બનીને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ જરૂરી તમામ ટેસ્ટ અને સધન સારવાર શરૂ કરવામાં આવી. હોસ્પિટલમાં બે દિવસની સધન સારવારના અંતે રસીકભાઇને તબીબોએ બ્રેઇનડેડ જાહેર કર્યા.પતિના બ્રેઇનડેડ થયાની જાણ થતા તેમના પત્નિ હીનાબહેન Organ Donation સહિત સમગ્ર પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યુ.
સ્વજન ગુમાવવાનું સમગ્ર પરિવારને દુ:ખ હતુ. પરંતુ પત્ની Organ Donation હિનાબહેનનું જીવન અંધકારમય બનવા જઇ રહ્યું હતું. તેઓને હરહંમેશ સથવારો અને સધિયારો આપનાર દેવલોક પામી રહ્યાં હતા. કદાચ આ ક્ષણે હિનાબહેનને તેમના બે પુત્રો અને એક પુત્રીના ભવિષ્યની પણ ચિંતા થઇ રહી હશે. આવી ભાવુક ક્ષણે પણ હિનાબહેને જનસેવાર્થે જનકલ્યાણનો એક હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો.આ નિર્ણય હતો અંગદાનનો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના કાઉન્સેલર્સની છ થી સાત Organ Donation કલાકની મહેનતના અંતે હિના બહેને બ્રેઇનડેડ પતિના અંગદાનનો નિર્ણય કર્યો. મૃત્યુ બાદ પણ મારા પતિ અન્ય કોઇના જીવમાં જીવંત રહેશે કોઇનું જીવન કાર્યક્ષમ અને સ્વસ્થ બનાવશે તેવા ઉમદા ભાવ સાથે તેઓએ પતિના અંગદાન કરવાનો નિર્ણય કર્યો.
અંગદાનની સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી છે. જેને જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરાશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 48 કલાકમાં દાનની સરવાણી વહી. આ 48 કલાકમાં બે અંગદાતા Organ Donation પરિવારજનોએ તેમના બ્રેઇનડેડ સ્વજનનું અંગદાન કર્યું. આ અંગદાનથી છને નવજીવન મળ્યું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સુપ્રીટેન્ડન્ટ ડૉ. જોષીએ કહ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સતત બે દિવસ અંગદાનની વિરલ ઘટના બની. આ અગાઉ પણ 10 થી 12 વખત સતત બે દિવસમાં બે અંગદાતા પરિવારજનો દ્વારા સ્વજનનું અંગદાન કરવાની ઘટના બની છે.
આ પણ વાંચોઃ Accident/ ગાઝિયાબાદમાં સ્કૂલ બસ અને TUV કારની ટક્કર, છ લોકોના મોત, બે ઘાયલ
આ પણ વાંચોઃ IT વિભાગની કાર્યવાહી/ રાજકોટમાં 18થી વધુ સ્થળે IT વિભાગના દરોડા, જવેલર્સ માલિકના રહેણાંક મકાનોમાં પણ સર્ચ
આ પણ વાંચોઃ Himachal Pradesh Flood/ હિમાચલમાં બે અઠવાડિયામાં 72 લોકોના મોત, ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ; આખરે આકાશમાંથી કેમ વરસી રહી છે આફત ?
આ પણ વાંચોઃ West Bengal/ ભાજપે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની કરી રચના,હિંસા પ્રભાવિત વિસ્તારોની કરશે મુલાકાત,જાણો વિગત
આ પણ વાંચોઃ India World Cup 2023/ PCB પાકિસ્તાનની મેચ તટસ્થ સ્થળે યોજવાની માંગ કરશે,ICCની બેઠકમાં ઉઠાવશે મુદ્દો
