વડોદરાથી હાલ દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક જનેતાએ જ તેની બે દીકરીઓની હત્યા કરી પોતે ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે આ ઘટના સામે આવતા સમ્રગ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, વડોદરાના કારેલીબાગ અક્ષતા સોસાયટીમાં 20 દિવસ પહેલા જ ડિવોર્સી મહિલા દક્ષા ચૌહાણે મકાન ભાડે રાખ્યું હતું. દક્ષા ચૌહાણે પહેલા તેની બે દીકરીઓને ઝેરી દવા આપી હત્યા કરી હતી. જે બાદ તેણે પોતે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ દક્ષાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ મામલાની જાન કારેલીબાગ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:રાજકોટમાં 18થી વધુ સ્થળે IT વિભાગના દરોડા, જવેલર્સ માલિકના રહેણાંક મકાનોમાં પણ સર્ચ
આ પણ વાંચો:કાંકરેજમાં વરસાદી પાણીમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોત
આ પણ વાંચો:આગામી મહિને મહાનગરપાલિકાની બે અને નગરપાલિકાની 29 બેઠકોની પેટાચૂંટણી
આ પણ વાંચો:ગોવા રબારીને પક્ષપલ્ટો ફળ્યોઃ ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન બનાવાયા
