Not Set/ મહેન્દ્ર સિંહ ધોનીનાં ફેન માટે આવ્યા ખરાબ સમાચાર, વિશ્વકપ બાદ લઇ શકે છે સંન્યાસ

ટીમ ઈંન્ડિયાનાં વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની વિશ્વકપ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લઇ શકે છે. વિશ્વકપમાં સતત ખરાબ પ્રદર્શન કરી રહેલા ધોની પર હવે તેના ફેન્સ અને એક્સપર્ટ પણ નિશાનો સાંધવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર પણ ધોનીની ધીમી બેટિંગની સતત આલોચના થઇ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ વિશ્વકપ બાદ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની […]

Top Stories Sports
MS Dhoni Wallpapers મહેન્દ્ર સિંહ ધોનીનાં ફેન માટે આવ્યા ખરાબ સમાચાર, વિશ્વકપ બાદ લઇ શકે છે સંન્યાસ

ટીમ ઈંન્ડિયાનાં વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની વિશ્વકપ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લઇ શકે છે. વિશ્વકપમાં સતત ખરાબ પ્રદર્શન કરી રહેલા ધોની પર હવે તેના ફેન્સ અને એક્સપર્ટ પણ નિશાનો સાંધવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર પણ ધોનીની ધીમી બેટિંગની સતત આલોચના થઇ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ વિશ્વકપ બાદ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટથી સંન્યાસ લઇ શકે છે.

ms dhoni 696x398 1 મહેન્દ્ર સિંહ ધોનીનાં ફેન માટે આવ્યા ખરાબ સમાચાર, વિશ્વકપ બાદ લઇ શકે છે સંન્યાસ

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

મહેન્દ્ર સિંહ ધોની ભારતનો એકમાત્ર કેપ્ટન રહી ચુકેલો છે કે જેણે ભારતને આઈસીસીની ત્રણેય ફોર્મેટ ચેમ્પિયંસ ટ્રોફી, ટી-20 વિશ્વકપ અને વિશ્વકપ 2011 માં પોતાની કેપ્ટનશીપમાં જીત અપાવી હતી. છેલ્લા ઘણા સમયથી ધોનીની સતત આલોચના થઇ રહી છે. હાલમાં ચાલી રહેલી વિશ્વકપ ટૂર્નામેન્ટમાં ધોનીએ ધીમી બેટિંગ કરી તેના સમર્થકોને ઘણા નિરાશ કર્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીની છબી એક મેચ ફિનીસરની રહી છે ત્યારે તેના દ્વારા ધીમી બેટિંગ કરતા હવે ક્રિકેટ એક્સપર્ટ પણ તેની બેટિંગ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

bpanews 3ecba230 ba7b 4799 a1c7 e0a64b1dbe73 1 મહેન્દ્ર સિંહ ધોનીનાં ફેન માટે આવ્યા ખરાબ સમાચાર, વિશ્વકપ બાદ લઇ શકે છે સંન્યાસ

મહેન્દ્ર સિંહ ધોનીએ અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચમાં 52 બોલમાં માત્ર 28 બનાવ્યા હતા. તેની આ ઈંનિગ્સ બાદ તેના ફેન્સ, એક્સપર્ટ સિવાય સચિન તેડુલકર પણ ઘણા નિરાશ થયા હતા. ઈંગ્લેન્ડ વિરુદ્ધ અંતિમ ઓવરોમાં ધોનીએ મોટા શોટ્સ લગાવવાની જગ્યાએ તેણે ઘણી ધીમી બેટિંગ કરી હતી, જેના કારણે પણ ધોનીની ઘણી આલોચના થઇ હતી. ટૂર્નામેન્ટમાં ધોની સ્પિનર્સ વિરુદ્ધ પણ સઘર્ષ કરતો જોવા મળ્યો હતો. તેટલુ જ નહી બાંગ્લાદેશની વિરુદ્ધ પણ ધોની પોતાના અંદાજથી કઇક અલગ જ જોવા મળ્યો હતો. જો કે મહેન્દ્ર સિંહ ધોનીએ આ પહેલા વિશ્વકપ 2011માં અંતિમ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. તેવી જ આશા તેના ફેન્સને આવનારી મેચમાં હશે. જોવાનું રહેશે કે તે અંતિમ મેચોમાં પોતાની બેટિંગને કયા સ્તર સુધી લઇને જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.