પટના/ લાલુપ્રસાદના દીકરા તેજસ્વી અને તેજપ્રતાપ યાદવની કરાઈ ધરપકડ, આ છે મુખ્ય કારણ

આરજેડી કાર્યકરો બેરોજગારી, વધતી મોંઘવારી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને વિધાનસભાની ઘેરાબંધી કરવા માંગતા હતા.

Top Stories India
Am 32 લાલુપ્રસાદના દીકરા તેજસ્વી અને તેજપ્રતાપ યાદવની કરાઈ ધરપકડ, આ છે મુખ્ય કારણ

વિધાનસભા માર્ચ દરમિયાન ફરી એક વખત આરજેડીની ગુંડાગીરી જોવા મળી રહી છે. તેજસ્વી-તેજ પ્રતાપની આગેવાની હેઠળ આરજેડી દ્વારા રાજ્યમાં બેરોજગારી, મોંધવારી, ખરાબ કાયદો અને વ્યવસ્થા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ વિધાનસભા કૂચ કાઢવામાં આવી છે. કૂચ દરમિયાન ડાકબંગલા ચોકડી પર પોલીસ અને આરજેડી કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે. જેમાં આરજેડી કાર્યકરોએ પોલીસ કર્મચારી પર પથ્થરમારો કર્યો હતો. આરજેડી સમર્થકોને કાબૂમાં લેવા પોલીસે વોટર કેનનનો ઉપયોગ કરવો પડ્યો હતો. તેજસ્વી અને તેજ પ્રતાપના નેતૃત્વ હેઠળ આરજેડીની પદયાત્રા કાઢવામાં આવી હતી. પોલીસે આ બંને નેતાઓની ધરપકડ કરી છે.

कार्यकर्ताओं के साथ तेजस्वी-तेजप्रताप ने दी गिरफ्तारी।

મળતી માહિતી મુજબ, આરજેડી કાર્યકરો બેરોજગારી, વધતી મોંઘવારી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને વિધાનસભાની ઘેરાબંધી કરવા માંગતા હતા. પરંતુ રાષ્ટ્રીય જનતા દળના વિધાનસભા ઘેરો કાર્યક્રમને વહીવટીતંત્ર દ્વારા મંજૂરી મળી ન હતી. આ પછી પણ, તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવની આગેવાની હેઠળ હજારો આરજેડી કાર્યકરો પહોંચી ગયા હતા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા.

पुलिस की लाठी से घायल राजद कार्यकर्ता।

આ દરમિયાન, પોલીસ અને પ્રશાસન તરફથી સતત અપીલ કરવામાં આવી હતી કે તેઓએ સંયમ રાખીને કામ કરવું જોઈએ. ભીડ એસેમ્બલી તરફ જવાનો ઇરાદો ધરાવતી હતી. આ સમય દરમિયાન બેરીકેડીંગ તોડી નાખી હતી અને ધક્કામુક્કી પણ કરવામાં અવી હતી. પોલીસ દ્વારા ભીડને કાબૂમાં લેવા માટે વોટરકેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

पिकवैन पर बैठकर विधानसभा मार्च करते तेजप्रताप और तेजस्वी।

આપને જણાવી દઈએ કે આરજેડી કાર્યકરો મોટી સંખ્યામાં ગાંધી મેદાન પહોંચ્યા છે. આ બધા લોકો વિધાનસભા તરફ કૂચ કરવા અને વિધાનસભાનો ઘેરો ઘડવા માંગે છે. પરંતુ પોલીસ તેમને જવાથી રોકી રહી છે કારણ કે કાર્યકર્તાઓ  મંજૂરી નથી. ઘણા કાર્યકરો પોલીસ સાથે દલીલ કરતા દેખાયા હતા. આરજેડી કાર્યકર ગાંધી બિહારના જુદા જુદા ભાગોથી પટના પહોંચ્યા છે.