Not Set/ U-19 World Cup/ #INDvsPAK – યશસ્વીની સદી સાથે પાકિસ્તાનને આપી 10 વિકેટથી હાર

આઈસીસી અંડર -19 વર્લ્ડ કપની પહેલી સેમિ-ફાઇનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે દક્ષિણ આફ્રિકાના પોચેફ્સ્ટરૂમમાં સેનવેસ પાર્કમાં રમાઈ હતી. અંડર -19 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 10 વિકેટે સજ્જડ રીતે હરાવી સતત ત્રીજી વખત ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે અણનમ 105 રન અને દિવ્યાંશ સક્સેનાએ અણનમ 59 રન બનાવ્યા. યશસ્વીએ 113 […]

Top Stories Sports
India vs Pakistan 1 U-19 World Cup/ #INDvsPAK - યશસ્વીની સદી સાથે પાકિસ્તાનને આપી 10 વિકેટથી હાર

આઈસીસી અંડર -19 વર્લ્ડ કપની પહેલી સેમિ-ફાઇનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે દક્ષિણ આફ્રિકાના પોચેફ્સ્ટરૂમમાં સેનવેસ પાર્કમાં રમાઈ હતી. અંડર -19 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 10 વિકેટે સજ્જડ રીતે હરાવી સતત ત્રીજી વખત ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

ભારત તરફથી યશસ્વી જયસ્વાલે અણનમ 105 રન અને દિવ્યાંશ સક્સેનાએ અણનમ 59 રન બનાવ્યા. યશસ્વીએ 113 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી સદી ફટકારી હતી. દિવ્યાંશે 99 બોલમાં 6 ચોગ્ગાની મદદથી અડધી સદી રમી હતી.

આપને જણાવી દઇએ કે, અગાઉ પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જોકે ટીમ 43.1 ઓવરમાં માત્ર 172 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. સુશાંત મિશ્રાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. કાર્તિક ત્યાગી, રવિ બિશ્નોઇએ બે વિકેટ ઝડપી હતી. યશસ્વી જયસ્વાલ અને અથર્વ અંકોલેકરને એક-એક વિકેટ મળી. 

પાકિસ્તાન તરફથી કેપ્ટન રોહેલ નઝિરે 62 રન બનાવ્યા જ્યારે હૈદર અલીએ 56 રન બનાવ્યા. આ બે સિવાય અન્ય કોઈ પાકિસ્તાની બેટ્સમેન ક્રિઝ પર વધારે સમય ટકી શક્યો નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.