bs yeddyurappa/ ભાજપના દિગ્ગજ નેતા બીએસ યેદિયુરપ્પા સામે જાતીય સતામણી મામલે Pocso હેઠળ નોંધાઈ FIR

કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ 17 વર્ષની સગીર છોકરીના જાતીય સતામણીના આરોપમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.

Top Stories India Breaking News
YouTube Thumbnail 2024 03 15T122850.444 ભાજપના દિગ્ગજ નેતા બીએસ યેદિયુરપ્પા સામે જાતીય સતામણી મામલે Pocso હેઠળ નોંધાઈ FIR

કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ 17 વર્ષની સગીર છોકરીના જાતીય સતામણીના આરોપમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ  Pocso અને ભારતીય દંડ સંહિતાની કલમ 354 (એ) હેઠળ બેંગલુરુના એક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ 17 વર્ષીય સગીર છોકરીની જાતીય સતામણી કરવાનો આરોપ છે. આ આરોપ બેંગલુરુની સદાશિવનગર પોલીસે 17 વર્ષની છોકરીની માતાએ લગાવ્યો છે. સગીર માતાની ફરિયાદના આધારે આ કેસ નોંધ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કથિત જાતીય સતામણી 2 ફેબ્રુઆરીએ થઈ હતી, જ્યારે FIR નોંધાવનાર મહિલા અને તેની પુત્રી છેતરપિંડીના કેસમાં મદદ માટે યેદિયુરપ્પા પાસે ગયા હતા.

આ મામલે યેદિયુરપ્પાની ઓફિસ તરફથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં આવા 53 કેસોની યાદી જારી કરવામાં આવી છે, જેમાં ફરિયાદી મહિલાએ અલગ-અલગ કારણોસર કેસ દાખલ કર્યો છે. યેદિયુરપ્પાની ઓફિસમાંથી જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ મહિલાને આવી ફરિયાદો કરવાની આદત છે.  જણાવી દઈએ કે યેદિયુરપ્પા ત્રણ વખત કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમણે 2008 થી 2011 અને 2019 થી 2021 તેમજ મે 2018 સુધી ટૂંકા ગાળા માટે રાજ્યનો હવાલો પણ સંભાળ્યો છે.

મહત્વનું છે કે જ્યારે યેદિયુરપ્પા મુખ્યમંત્રી પદ પરથી દૂર થયા હતા ત્યારે રડતા રડતાં અવાજે સંસદમાં કહ્યું હતું જનતાનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.  યેદિયુરપ્પા બાદ બીજેપીના બસવરાજ સોમપ્પા બોમાઈ કર્ણાટકના 23મા મુખ્યમંત્રી બન્યા. બોમાઈએ જુલાઈ 2021 થી મે 2023 સુધી આ પોસ્ટ પર કામ કર્યું. 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપે બોમાઈને હાવેરી મતવિસ્તારમાંથી પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. આગામી લોકસભા ચૂંટણી બોમાઈ ભાજપનું પ્રતિનિધિત્વ કરશે. ત્યારે યેદિયુરપ્પાને લઈને કરવામાં આવેલ મહિલાના આરોપોને તેમની ઓફિસ દ્વારા સત્તાવાર નિવેદન જારી કરી નકારવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM Modi/પીએમ મોદીએ ભૂટાનના સમકક્ષ શેરિંગ તોબગે સાથે ઘણા મુદ્દાઓ પર ‘અર્થપૂર્ણ’ ચર્ચા કરી 

આ પણ વાંચો:Crude Oil Price/પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો મોટો ફેરફાર, અહીં ₹7થી વધુ સસ્તું મળશે ક્રૂડ ઓઈલ

આ પણ વાંચો: Ahmedabad Crime News/સાયબર ક્રિમિનલ કિડનેપિંગ અને ખંડણી માટે AIનો કરી રહ્યા છે ઉપયોગ