Political/ મહંત નરેન્દ્રગિરીની આત્મહત્યા નહી પણ હત્યા કરવામાં આવીઃ BJP સાંસદ સાક્ષી મહારાજ

ઉન્નાવથી ભાજપનાં સાંસદ સાક્ષી મહારાજે કહ્યું કે, મહંત નરેન્દ્ર ગિરીએ આત્મહત્યા કરી નથી, પરંતુ તેમની હત્યા કરવામાં આવી છે.

Top Stories India
11 217 મહંત નરેન્દ્રગિરીની આત્મહત્યા નહી પણ હત્યા કરવામાં આવીઃ BJP સાંસદ સાક્ષી મહારાજ

ઉન્નાવથી ભાજપનાં સાંસદ સાક્ષી મહારાજે કહ્યું કે, મહંત નરેન્દ્ર ગિરીએ આત્મહત્યા કરી નથી, પરંતુ તેમની હત્યા કરવામાં આવી છે. સાક્ષી મહારાજે નરેન્દ્ર ગિરીની સુરક્ષામાં તૈનાત જવાનો પર સવાલ ઉઠાવ્યા છે. આ સાથે CBI ને આ કેસની વાસ્તવિકતા બહાર લાવવાની માંગ કરી છે.

આ પણ વાંચો – વરસાદ / ભારે વરસાદનાં કારણે અમદાવાદમાં Visibility થઇ ઓછી, નીંચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

હરિદ્વારમાં આયોજિત સ્વામી વામદેવની પ્રતિમાનાં અનાવરણ કાર્યક્રમ દરમિયાન ભાજપનાં સાંસદ સાક્ષી મહારાજે આ નિવેદન આપ્યું હતું. આપને જણાવી દઈએ કે, મહંત નરેન્દ્ર ગિરીનો મૃતદેહ પ્રયાગરાજમાં તેમના મઠમાં બનેલા રૂમમાંથી મળી આવ્યો હતો. સ્યુસાઇડ નોટમાં શિષ્ય આનંદ ગિરી સહિત ત્રણ લોકો પર તેમને હેરાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે, ઉન્નાવનાં સાંસદ સાક્ષી મહારાજ રવિવારે હરિદ્વાર પહોંચ્યા અને સ્વામી વામદેવની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન સાક્ષી મહારાજે અખિલ ભારતીય અખાડા પરિષદનાં પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીનાં આત્મહત્યા કેસમાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, મહંત નરેન્દ્ર ગિરીએ આત્મહત્યા કરી નથી, તેમની હત્યા કરવામાં આવી છે. સાક્ષી મહારાજે કહ્યું, ‘મારા શ્રેષ્ઠ મિત્ર મહંત નરેન્દ્ર ગિરી બહાદુર હતા અને તેઓ ક્યારેય આત્મહત્યાનો વિચાર પણ કરી શકતા ન હોતા.’ સાક્ષી મહારાજે રૂમમાંથી મળી આવેલી સુસાઈડ નોટને પણ નકલી ગણાવી છે.

આ પણ વાંચો – Covid-19 / વિશ્વમાં કોરોનાથી 47.4 લાખ લોકોનાં મોત, ભારતમાં કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ યથાવત

સાંસદ સાક્ષી મહારાજે કહ્યું કે, હું ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રીનો આભાર માનું છું કે સાધુ અને સંતો અને અમે આ મામલે CBI તપાસની માંગણી કરી હતી, જેની મુખ્યમંત્રીએ ભલામણ કરી છે. CBI એ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ જેથી મહંત નરેન્દ્ર ગિરીનાં હત્યારા પકડાઈ જાય. હું અને કેટલાક સંતો CBI ડિરેક્ટરને મળીશું અને આ બાબત વહેલી તકે જાહેર કરવા વિનંતી કરીશું. CBI એ આ કેસમાં પકડાયેલા ત્રણ આરોપીઓનાં કસ્ટડી રિમાન્ડ માંગ્યા છે. CBI નાં મુખ્ય તપાસ અધિકારી કેએસ નેગી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં મેજિસ્ટ્રેટ પાસેથી 10 દિવસનાં કસ્ટડી રિમાન્ડની માંગ કરવામાં આવી છે. CBI એ મુખ્ય આરોપી સ્વામી આનંદ ગિરી, હનુમાન મંદિરનાં મુખ્ય પુજારી આદ્યા તિવારી અને તેમના પુત્ર સંદીપ તિવારીની કસ્ટડી માંગી છે.