Cricket/ 2021 T20 WC નુ કાઉન્ટડાઉન શરૂ, ગાંગુલીએ શેર કર્યો ટ્રોફીનો ફોટો

બીસીસીઆઈનાં અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ 2021 માં આઈસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપનું આયોજન ભારત માટે એક સન્માન ગણાવ્યું છે. ભારત ઓક્ટોબર-નવેમ્બરમાં નિર્ધારિત મુજબ 2021 ટી-20 વર્લ્ડ કપનું આયોજન કરશે. ઓસ્ટ્રેલિયા મૂળરૂપે ટૂર્નામેન્ટની 2020 આવૃત્તિનું આયોજન કરવાનું હતું, પરંતુ કોરોના વાયરસનાં રોગચાળાને કારણે ટૂર્નામેન્ટ સ્થગિત કરવી પડી હતી. 2022 ટી-20 ઓસ્ટ્રેલિયામાં યોજાય તેવી સંભાવના છે. ટૂર્નામેન્ટનાં વિકાસ […]

Top Stories Sports
asdq 57 2021 T20 WC નુ કાઉન્ટડાઉન શરૂ, ગાંગુલીએ શેર કર્યો ટ્રોફીનો ફોટો

બીસીસીઆઈનાં અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ 2021 માં આઈસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપનું આયોજન ભારત માટે એક સન્માન ગણાવ્યું છે. ભારત ઓક્ટોબર-નવેમ્બરમાં નિર્ધારિત મુજબ 2021 ટી-20 વર્લ્ડ કપનું આયોજન કરશે. ઓસ્ટ્રેલિયા મૂળરૂપે ટૂર્નામેન્ટની 2020 આવૃત્તિનું આયોજન કરવાનું હતું, પરંતુ કોરોના વાયરસનાં રોગચાળાને કારણે ટૂર્નામેન્ટ સ્થગિત કરવી પડી હતી. 2022 ટી-20 ઓસ્ટ્રેલિયામાં યોજાય તેવી સંભાવના છે.

ટૂર્નામેન્ટનાં વિકાસ વિશે વાત કરતા સૌરવ ગાંગુલીએ કહ્યું કે, આઈસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપનું યજમાન કરવું અમારા માટે ખૂબ જ સન્માનની વાત છે. 1987 નાં આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપથી, ભારતે ઘણી વૈશ્વિક ઇવેન્ટ્સ સફળતાપૂર્વક યોજી છે. દુનિયાભરનાં આપણા ક્રિકેટ પ્રેમીઓ દેશમાં રમવાની સંભાવનાથી ઉત્સાહિત થશે. તેમણે કહ્યું કે, મે એક ખેલાડી તરીકે આઇસીસી ટૂર્નામેન્ટનો ભાગ બનવાનો આનંદ માણ્યો છે અને હુ અનુભવથી જાણુ છુ કે આ રમતને જોવાવાળા માટે તેના શાનદાર વાતાવરણ કરતા વધુ કશું હોઇ શકે નહીં. હું એડમિનિસ્ટ્રેટર તરીકેની મારી ભૂમિકા નિભાવવા માટે ઉત્સુક છુ કારણ કે અમે પ્રતિષ્ઠિત કાર્યક્રમને હોસ્ટ કરવા માટે તૈયારી છીએ.

ભારત બીજી વખત ટી-20 વર્લ્ડ કપનું આયોજન કરશે. આ અગાઉ 2016 માં, ભારતે ટૂર્નામેન્ટની યજમાની કરી હતી, જ્યાં વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લેન્ડ સામે રોમાંચક ફાઇનલ મેચ જીતી હતી. ભારતે ટૂર્નામેન્ટની First edition માં જીતી મેળવી હતી.